Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરાના ધારાસભ્ય અને તેમના પુત્ર સહીત અન્ય વગદારો સામે છેતરપીંડી કરી જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ થતા ભારે ખળભળાટ.

Share

ગોધરા ભાજપના ધારાસભ્ય સી.કે.રાઉલજી અને તેમના પુત્ર માલવદીપસિંહ રાઉલજી તેમજ અન્ય વગદારો સામે છેતરપીંડી કરી જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ સાથેની રજૂઆત પતંગડી ગામના વિસ્થાપિતો દ્વારા જીલ્લા કલેકટર સહીત મુખ્યમંત્રી સુધી કરવામાં આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. હડફ, કબૂતરી અને અદલવાડા સિંચાઈ યોજનાના વિસ્થાપીતોને ગોધરા નજીક છબનપુર ગામમાં મળેલી જમીન છેતરપીંડી કરી દસ્તાવેજો બનાવી જમીન લઈ લેવામાં આવી હોવા આક્ષેપ સાથે વિસ્થાપિતો દ્વારા રજુઆત કરવામાં આવી છે.

મૂળ દાહોદ જિલ્લાના પતંગડી ગામના વિસ્થાપીતોને 40 વર્ષ બાદ હાલમાં જ ડૂબાણમાં ગયેલ જમીનના બદલામાં જમીનની સનદો આપવામાં આવી હતી જે જમીન ગોધરા તાલુકાના છબનપુર ગામે ખાતે આવેલી છે જેના રેવન્યુ દસ્તાવેજ છેતરપીંડી કરી કરવામાં આવ્યો હોવાના આક્ષેપ પતંગડી ગામના વિસ્થાપિતો ધ્વારા કરવામાં આવી રહ્યો છે તેઓ રજૂઆતમાં જણાવ્યું છે કે ગોધરા તાલુકાના છબનપુર ખાતે જમીનની સનદો અપાવાની છે તેમ કહી સબ રજીસ્ટાર કચેરી જે પૂછે તેનો જવાબ હા માં આપવાનું જણાવી ધારાસભ્ય તેમના પુત્ર અને અન્ય લોકોએ છેતરપિંડીથી વેચાણ દસ્તાવેજ રજીસ્ટર્ડ કરાવ્યો હોવાનો લેખિત રજુઆતમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જમીન વેચાણ માટે કોઈ સરકારી કચેરીમાં ગયા વગર ઘરે બેઠા જ અભણ વિસ્થાપીતોની જમીનના વેચાણ દસ્તાવેજ થયા હોવાનું બહાર આવ્યું છે વિસ્થાપીતોના ઘરે આવી જે પૂછે તેનો જવાબ હા આપવો તેવું કહેતો વિડીયો પણ વિસ્થાપિતો દ્વારા મીડિયા સમક્ષ રજુ કરવામાં આવ્યો છે.

Advertisement

સમગ્ર બાબતે વિસ્થાપિતો દ્વારા રજુઆત કરવામાં આવતા પોલીસ દ્વારા વિસ્થાપીતો અને તેમના કુટુંબીજનોને હેરાન કરી ધાકધમકી આપવામાં આવતી હોવાનો પણ વિસ્થાપીતો અને તેમના પરિજનોનો આક્ષેપ કરી રહ્યા છે સાથે ધારાસભ્ય અને તેમના મળતીયાઓના તાબે ન થનાર અભેસિંહ ચૌહાણ નામનો વિસ્થાપિત છેલ્લા 5 ઉપરાંતના દિવસથી ગુમ થયો હોવાનું પરીવારજનો જણાવી રહ્યા છે જે મામલે પોલીસને જાણ કરવામાં આવી છે વિસ્થાપિત અભેસિંહ કેટલાક દિવસથી ગુમ થતા પરીવારજનો ચિંતિત બન્યા છે તો બીજીબાજુ ગુમ થયેલા અભેસિંહ ચૌહાણને પોલીસ મથકે હાજર કરવા માટે પોલીસ તેના પરિજનોને ધાકધમકી આપતી હોવાનો પણ આક્ષેપ પરીવારજનોએ મીડિયા સમક્ષ કર્યો છે જયારે આ મામલે ધારાસભ્યના પુત્ર સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે અમે કોઈ છેતરપીંડી કરેલ નથી તેઓના તમામ આક્ષેપો ખોટા છે જરૂર પડશે તો અમો જેતે ડીપાર્ટમેન્ટને જરૂરી પુરાવા રજુ કરીશું ગોધરાના ધારાસભ્ય અને તેમના પુત્ર સહીત અન્ય વગદારો સામે જમીન પચાવી પાડી હોવા ઉપરાંત છેતરપીંડીના આક્ષેપ થતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

માંગરોળમાં ડીજીવીસીએલ કંપની દ્વારા ગ્રાહકો પાસે ખોટા ચાર્જ વસૂલતા કોંગ્રેસ આગેવાનોએ ગ્રાહકો સાથે મામલતદાર અને ડીજીવીસીએલના અધિકારીને આવેદન આપ્યું.

ProudOfGujarat

સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકામાં આમઆદમી પાર્ટીનાં કાર્યાલયનો કોસંબા ખાતે પ્રારંભ કરવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી : પોલીસ તંત્ર થયું દોડતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!