Proud of Gujarat
GujaratFeaturedINDIA

મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભ્રષ્ટાચાર અંગેની કબુલાતના પગલે ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમીતીએ મુખ્યમંત્રી રૂપાણીનું માંગ્યુ રાજીનામુ…..

Share

 

Advertisement

આવેદનપત્ર આપે તે પહેલા કોંગ્રેસીની પોલીસ દ્વારા અટકાયત….. ૪૦ જેટલા કોંગ્રેસીઓની અટકાયત….

ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમીતી દ્વારા તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના પોતાના સરકારના મહેકમોમાં થતા  ભ્રષ્ટાચારની કબુલાતના પગલે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગામથી લઇને ગાંધીનગર  અને શહેરથી લઇને સચિવાલય સુધી જે ભ્રષ્ટાચાર વ્યાપક્યો છે તે અંગે રાજીનામાની માંગણી કરતુ આવેદન પત્ર તૈયાર કર્યુ હતુ અને આવેદન પત્ર પાઠવાના છે તે અંગેની જાહેરાત પણ કરી હતી તેમ છતા ગાંધી ચિંધિયા માર્ગે વિરોધ વ્યક્ત કરવાના ભાગ રૂપે આવેદન પત્ર પાઠવવા જતા ૪૦ જેટલા કોંગ્રેસના આગેવાનો  અને કાર્યકરોની આવેદન પત્ર પાઠવે તે પહેલા જ અટકાયત કરી હતી તેમ છતા ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમીતીના પ્રમુખ પરિમલ સિંહ રણાએ જાણાવ્યુ હતુ કે ગુજરાતમાં ૨૩ વર્ષથી દુશાસન ભાજપની ભ્રષ્ટાચારી સરકાર વહીવટ કરી રહી છે.ભ્રષ્ટાચારના ફાયબર ઓપટીક એટલે હપતારાજ ચાલી રહ્યુ છે.શિક્ષણ,આરોગ્ય,શ્રમ અને રોજગાર,વાહન વ્યવહાર,ક્રુષિ ઉધ્યોગ,જળ સંપતી,આદિજાતી,સમાજ કલ્યાણ તથા સમગ્ર ખાતાઓમાં ભ્રષ્ટાચાર ને શિષ્ટાચાર બનાવી દીધો છે.૪૦૦૦ કરોડના મગફળી કોભાંડ, સરકારી નોકરીમાં ભ્રષ્ટાચાર,દારૂ ઠલવાય,સુજલામ સુફલામનું કોભાંડ,જી.એસ.પી.સી.નું ૨૦ હજાર કરોડનું કોભાંડ આચરેલ છે.આ બધા કોભાંડો માટે કોણ જવાબદાર તેનો જવાબ સરકાર આપે…

આ વિરોધ પ્રદર્શન અને આવેદન પત્ર પાઠવામાં જીલ્લા યુવકના નાજુ ફળવાળા,રાજેંદ્રસિંહ રણા,વિકી સોની,જ્યોતિબેન તડવી,જશુબેન પઢીયાર,વગેરે અગેવાનો હાજર રહ્યા હતા….


Share

Related posts

હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કારોબારી મિટિંગ યોજાઇ.

ProudOfGujarat

પાવીજેતપુર તાલુકાના તારાપુર અને ઉમરવા વચ્ચે ઇકો કાર ઝાડ સાથે અથડાતા દંપતિનુ મોત જ્યારે બાળક ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

નડિયાદ : કલેકટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં રોડ સેફ્ટીની બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!