Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ અને નાની નારોલી ગામે વરલી મટકાનો જુગાર રમાડતા બે ઇસમોને પોલીસે ઝડપી લીધા

Share

માંગરોળ અને નાની નરોલી ગામે મુંબઈથી નીકળતા સટ્ટા બજારના અંકો ઉપર જુગાર રમાડતા બે ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા. માંગરોળના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર પઢીયારને ટેલીફોનિક બાતમી મળી હતી કે માંગરોળ ગામના રેલ્વે સ્ટેશન નજીક જૈન દેરાસરની પાછળ એક ઈસમ જુગારી રમાડી રહ્યો છે તેમજ નાની નરોલી ગામે મોગલાણી ફળિયામાં એક ઈસમ જુગાર રમાડી રહ્યાની બાતમી મળતા પોલીસ કર્મચારીઓની ટીમે ઉપરોક્ત સ્થળે રેડ કરતા સુરેશભાઈ નટવરભાઈ વસાવા રહે. ઝાંખરડા ગામ ઝડપાઈ ગયો હતો. પોલીસે જુગારનું સાહિત્ય અને રોકડા રૂપિયા 500 કબજે લઈ જુગાર ધારાની કલમ હેઠળ કાયદેસર કાર્યવાહી કરી હતી જ્યારે નાની-નરોલી ગામના મોગલાણી ફળિયામાં રેડ કરતા ગોવિંદ જયરામ વસાવા રહે નાની નરોલી ગામ ને ઝડપી પાડ્યો હતો આરોપી પાસેથી જુગારનું સાહિત્ય અને રોકડા રૂપિયા 350 કબજે લઈ કાયદેસર કાર્યવાહી કરી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

રીક્ષામાંથી ઉતરતી મહિલાના ગળામાંથી ચેન આંચકી લેવાઈ…જાણો ક્યાં…

ProudOfGujarat

ભરૂચમાં સૈયદના મૌલાના મુફદ્દલ સૈફઉદીન સાહેબનું ભવ્ય સ્વાગત, વોહરા સમાજમાં ઉત્સાહનો માહોલ

ProudOfGujarat

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ અને અતુલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કબીરવડ મઢી ખાતે ગરીબ વિધવા બહેનોને અનાજની કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!