Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : મહાશિવરાત્રીના પર્વે બમ બમ ભોલેના નાદથી શિવાલયો ગુંજી ઉઠયા

Share

વહેલી સવારથી જ સુરત શહેરના તમામ મહાદેવ મંદિરોની અંદર ભીડ ઉમટી છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને બીલીપત્ર અને દૂધથી અભિષેક કરવામાં આવતો હોય છે. શિવાલયોમાં આજે મોટી સંખ્યામાં ભક્તોએ દૂધ આભિષેક કરીને મહાદેવને પ્રસન્ન કરવા પૂજા કરી હતી.

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા કંતારેશ્વર મહાદેવ મંદિર ઐતિહાસિક મંદિર પૈકીનું એક છે. તાપી નદીના કિનારે ભગવાન શિવના અનેક શિવાલયો આવેલા છે જે પૈકીનું પ્રાચીનતમ કંતારેશ્વર મહાદેવ મંદિરને માનવામાં આવે છે. વહેલી સવારથી જ કંતારેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના શિવ ભક્તોએ કરી હતી. વહેલી સવારે ચાર વાગ્યાથી કંતારેશ્વર મહાદેવ મંદિર વહેલી સવારે આરતી કરવામાં આવી હતી. આજે આખી રાત શિવ સ્તુતિ અને શિવ ધૂન કરવામાં આવશે. આ સાથે પાલ વિસ્તારના એકલિંગજી શિવલિંગ, પરદેશ્વર મહાદેવ મંદિર, રામનાથ ઘેલા સહિતના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી હતી.

Advertisement

Share

Related posts

લીંબડીના ખાકચોકના રહેણાંક વિસ્તારમાં દારૂની થેલીઓના ઢગલાથી રહિશોમાં રોષ

ProudOfGujarat

નડીયાદ પાસે ઉભેલી આઇસરને ટ્રકે ટક્કર મારતાં 2 ના મોત.

ProudOfGujarat

ભરૂચ:તારીખ ૧૯-૦૫-૨૦૧૯ના રોજ વર્લ્ડ ભરૃચી વહોરા ફેડરેશન તેમજ જિલ્લાના અન્ય ટ્રસ્ટો અને શૈક્ષણિક સંકુલના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!