Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડીયાદ પાસે ઉભેલી આઇસરને ટ્રકે ટક્કર મારતાં 2 ના મોત.

Share

અમદાવાદ રામોલમાં રહેતા કિશોર પાલીવાલના કાકાનો દિકરો મયુર અને ડ્રાઇવર હબીબજી ટ્રાન્સપોર્ટનો સામાન આઇસર ભરીને અંકલેશ્વર જઇ રહ્યા હતા. તે સમયે એકસપ્રેસ વે નડિયાદ નજીક ડાકોર પાસેથી પસાર થઈ રહ્યા હતા એ અરસામાં આઇસરમાં પંચર પડતા સાઈડમાં ઉભી રાખી બંને વ્યક્તિ ટાયર બદલાવી રહ્યા હતા. પાછળ આવતી ટ્રકના ચાલકે આઇસરને પાછળથી ટક્કર મારતા બે વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

બનાવની જાણ આઇસરમાં રહેલ જીપીએસ સિસ્ટમના કારણે વાપીમાં રહેલ ચમનભાઇને થતા તેમને અમદાવાદ કિશોરભાઇને જાણ કરતા તેઓ બનાવ સ્થળે પહોંચ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા હબીબજીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડયા સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ. જ્યારે મયુરભાઈની કોઈ ભાળ મળી ન હતી. થોડા કલાકો બાદ અકસ્માત થયેલા ટ્રક અને આઇસર છુટ્ટા કરતા આઇસર વ્હીલ નીચેથી મયુરનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસતા વીજળી ત્રાટકતા એક પશુનું મોત અને એક મકાનને નુકસાન થયું

ProudOfGujarat

વડોદરા જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવી જૂની પેન્શન યોજના શરૂ કરવા પાઠવ્યું આવેદનપત્ર.

ProudOfGujarat

ઝઘડીયાની બોસ્ટીક ઇન્ડિયા કંપની દ્વારા ખરચી પ્રાથમિક શાળા ખાતે સ્માર્ટ ક્લાસ શરૂ કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!