Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ નજીક એક્સપ્રેસ હાઈવે પર કાર પલટી ખાતાં વડોદરાના 19 વર્ષીય યુવકનું મોત, ચાર મિત્રો ઈજાગ્રસ્ત : કારેલા ગામ નજીક રોડનું કામ ચાલતું હોવાથી સેફ્ટી કોનથી બચવા જતાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો; પાંચ મિત્રો વડોદરાથી ભરૂચ જમવા આવી રહ્યા હતા

Share

ભરૂચ :

વડોદરાથી ભરૂચ જમવા માટે આવી રહેલા પાંચ મિત્રો કાર લઈને મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કારેલા ગામ નજીક કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રોડની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચેય મિત્રોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. તમામને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં કારચાલક 19 વર્ષીય અહમદ ઈમરાન ચોકસીને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના માંડવી વિસ્તારમાં રહેતો અહમદ સફી જીવાણી એમ.એસ. યુનિવર્સિટીમાં એસવાય બી.કોમમાં અભ્યાસ કરે છે. તે પોતાના મિત્રો સહાન મુજમ્મીલ શેખ, રેયાન અબ્દુલ સમીન મન્સૂરી, અનસ અકબર હુસેન શેખ અને અહમદ ઈમરાન ચોકસી સાથે અહમદ ઈમરાનની હ્યુન્ડાઈ ઔરા કાર નંબર GJ-06-PK-7153 લઈને ભરૂચ ખાતે જમવા માટે નીકળ્યા હતા.

દરમિયાન સાંજના આશરે છ વાગ્યાના સુમારે તેમની કારેલા ગામ નજીક પહોંચી હતી. તે સમયે રસ્તા પર કામ ચાલતું હોવાથી સેફ્ટી કોન મૂકવામાં આવ્યા હતા. કારચાલક અહમદ ચોકસી સેફ્ટી કોનથી બચવા જતાં કાર પરથી કાબૂ ગુમાવી બેઠો હતો. કાર પ્રથમ લેનમાં જઈ રોડની રેલિંગ સાથે જોરદાર રીતે અથડાઈ હતી અને ત્યારબાદ પલટી ખાઈ ત્રીજી લેનમાં જઈ પડી હતી.

અકસ્માની ઘટના બાદ આસપાસના રાહદારીઓ દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા યુવકોને બહાર કાઢ્યા હતા. હાઈવેની એમ્બ્યુલન્સને જાણ કરાતાં એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાંચેય ઈજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, સારવાર દરમિયાન કારચાલક અહમદ ઈમરાન ચોકસીનું મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે અહમદ સફી જીવાણીએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે કારચાલક દ્વારા પુરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવવાથી અકસ્માત સર્જાયો હોવાની હકીકત નોંધી કાયદેસરની તપાસ હાથ ધરવા કાર્યવાહી કરી છે.


Share

Related posts

વાંકલ : માંગરોળનાં કેવડી કુંડ ગામે પતિ પત્ની ઉપર હુમલો કરનારા પાંચ આરોપીની અટકાયત કરવામાં આવી.

ProudOfGujarat

માંગરોળ : નાની નરોલી ભારતીય વિદ્યાભવન G.I.P.C.L એકેડમીમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઈ.

ProudOfGujarat

ભરૂચ ના સીતપોણ ગામ ખાતે પરમાર સમાજ ના યુવાનો એ મુસ્લીમ બિરાદરો ને ઈફ્તારી કરાવી..જાણો વધુ 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!