Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં કોંગ્રેસને મજબૂતી : વિવિધ વોર્ડના 7 આગેવાનો કોંગ્રેસમાં જોડાયા :  ભરૂચ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષ પ્રવેશ કાર્યક્રમ યોજાયો; સલીમભાઈ અમદાવાદી સહિતના આગેવાનોએ નવા કાર્યકરોનું સ્વાગત કર્યું

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ શહેરમાં રાજકીય સંગઠનને મજબૂત બનાવવાના પ્રયાસો વચ્ચે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિને નવી મજબૂતી મળી છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ વોર્ડના સાત આગેવાનો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વિચારધારાથી પ્રેરાઈને પક્ષમાં જોડાયા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમભાઈ અમદાવાદીએ તમામ નવા આગેવાનોનું સ્વાગત કરી સંગઠનને વધુ મજબૂત બનાવવા સાથે મળીને કાર્ય કરવા આહ્વાન કર્યું હતું.

કોંગ્રેસ પક્ષ દ્વારા જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીની લડત અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વિચારધારાથી પ્રેરાઈને વોર્ડ નંબર 7, 8, 10 અને 11ના આગેવાનોએ કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. જેમાં વોર્ડ નંબર 7ના દિપકભાઈ રમેશભાઈ રાવત, અનિલભાઈ પટેલ અને મુકેશ નગીનભાઈ વસાવા, વોર્ડ નંબર 8ના કિરણભાઈ વાઘેલા, વોર્ડ નંબર 10ના સઈદ અબ્દુલમજીદ અને ફૈજલ ગુલામ શાબીર તથા વોર્ડ નંબર 11ના સુરેશભાઈ ડાહયાભાઈ રાણાનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમભાઈ અમદાવાદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ લોકશાહી મૂલ્યો, બંધારણની રક્ષા અને જનસેવાના સંકલ્પ સાથે જનતાની વચ્ચે રહીને લોકોના પ્રશ્નો ઉકેલવા પ્રતિબદ્ધ છે. તેમણે શહેરના તમામ કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોને સંગઠનને વધુ મજબૂત બનાવવા તથા જનતાના પ્રશ્નોને વાચા આપવા એકજૂથ થઈને કાર્ય કરવા અપીલ કરી હતી.

કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, દિનેશભાઈ ખુમાણ, રણછોડભાઈ ભગત, જુબેરભાઈ પટેલ, જિગ્નેશભાઈ બ્રહ્મભટ્ટ સહિતના નગરપાલિકાના સભ્યો, નગરસેવકો, શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

વિવિધ વોર્ડના સાત આગેવાનોના પક્ષ પ્રવેશથી ભરૂચ શહેરમાં કોંગ્રેસના સંગઠનને વધુ સક્રિય બનાવવા અને સ્થાનિક સ્તરે જનતાના પ્રશ્નો ઉઠાવવાની દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.


Share

Related posts

રાજપારડી પાસેથી પસાર થતો સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ બિસ્માર થતાં અસંખ્ય વાહન ચાલકો ફસાયા.

ProudOfGujarat

ભરૂચમાં ગણેશ વિસર્જન માટે બે કૃત્રિમ કુંડ તૈયાર કરાયા

ProudOfGujarat

સુરતમાં દારૂની હેરાફેરીનો વિચિત્ર આઈડિયા :પેન્ટની અંદર પગ પાસે છુપાવી 93 બોટલ કાગળ અને સેલોટેપનો ઉપયોગ કરીને તેણે બોટલોને પગ પર ચોંટાડી દીધી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!