Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગના સ્વામીનારાયણ મંદિર ખાતે ઝઘડીયા વિધાનસભાનું આદિવાસી સમાજના આગેવાનોનું સંમેલન યોજાયું

Share

પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવાની આગેવાનીમાં નેત્રંગના સ્વામીનારાયણ મંદિર ખાતે ઝઘડીયા વિધાનસભાનું આદિવાસી સમાજના આગેવાનોનું વિરાટ સંમેલન યોજાયું હતું.સાંસદ મનસુખભાઇ વસાવાએ આકરા તેવરમાં જણાવ્યું હતું કે,નેત્રંગ-વાલીયા અને ઝઘડીયા તા.પંચાપત અને ભરૂચ જી.પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણીમાં પ્રક્રિયામાં મને અને પાર્ટીના પાયાના કાયઁકરોને વિશ્વાસમાં લીધા વગર નિર્ણય કરાય છે.ઝઘડીયા જીઆઇડીસી અને રેતમાફીયા સાથે મળીને હપ્તો ઉઘરાવામાં આવે છે.ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને રાજપીપળા ધારાસભ્ય દશઁનાબેન દેશમુખ,નર્મદા જીલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ,ઝઘડીયા ધારાસભ્ય રિતેશભાઈ વસાવા અને પ્રકાશ દેસાઈ મનસુખભાઇ વસાવા પાટીઁ વિરોધી કામ કરે છે તેવી ખોટી-ખોટી ફરીયાદ કરે છે.તેવા સંજોગોમાં ધારાસભ્ય રિતેશભાઇ વસાવા-પ્રકાશ દેસાઈ એન્ડ કંપની શાનમાં સમજી જાય મને ઇંટનો જવાબ પથ્થરથી આપતા આવડે છે.ભાજપના પાયાના કાયઁકરોને હેરાન કરાશે તો છોડીશ નહીં તેવું જણાવી આકરા પ્રહાર કરતાં ભાજપના કાયઁકરોમાં ભારે ખળભરાટ મચી જવા પામ્યો હતો.જેમાં ઝઘડીયા વિધાનસભાના વિવિધ ગામોના સરપંચો અને આદિવાસી સમાજના આગેવાનો જોડાયા હતા.

આદિજાતીના પ્રમાણપત્રો ખોટી રીતે બિનઆદિવાસા મેળવીને આદિવાસીઓના નામે ચરી ખાય છે. તેવા સંજોગોમાં ધારાસભ્ય રિતેશભાઇ વસાવા,દશઁનાબેન દેશમુખ,ચૈતર વસાવા,પુવઁમંત્રી મોતિસિંહ વસાવા, સાંસદ ગીતાબેન રાઠવા, જસવંતસિંહ ભાભોર,પરભુ વસાવા કંઈ બોલતા નથી. આદિવાસીની રિજર્વ બેઠક ઉપરથી ચુંટાઇ આવો છે. આદિવાસી માટે બોલતા નથી. મનસુખભાઇ વસાવા બોલે તો પાર્ટી વિરોધી કામ કરે તેવી રજુઆતો કરો છો.

ડેડીયાપાડાના આમ આદમી પાટીઁના ધારાસભ્ય ચૈતર વસાવા અને રાજપીપળાના પુવઁ ધારાસભ્ય હષઁદ વસાવા,કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી હરેશ વસાવા ભાજપમાં જોડાય તો આવકાર છે.પરંતુ ભાજપના જે કાયઁકરો વષૉથી કામ કરે છે તેમનું મહત્વ પાર્ટીમાં ઘટવું નહીં જોઈએ.ભાજપનો વ્યાપ વધવો જરૂરી છે.મને વિશ્વાસ લીધા વગર ઘનશ્યામ પટેલ અને દશઁનાબેન દેશમુખ બારોબાર મિટીંગ કરે છે,અને સી.આર પાટીલને મારા વિરૂદ્ધ ખોટી-ખોટી રજુઆતો કરે તેનો મને વાંધો છે.

Advertisement

ઝઘડીયાના પુવઁધારાસભ્ય છોટુભાઈ વસાવાએ સાંસદ મનસુખભાઇ વસાવા પ્રત્યે સહાનુભુતિ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે,મનસુખભાઇ વસાવા સાંસદ છે.આદિવાસી નેતા છે.પાર્ટીમાં મનસુખભાઇ વસાવાનું દેસાઈ એન્ડ કંપની અપમાન કરતાં હોય અને તેમની ખરાબ રીતે સી.આર પાટીલ સામે ચિતરતા હોય તો પાર્ટીમાંથી રાજીનામું આપવું જોઈએ.


Share

Related posts

નર્મદા જિલ્લાના ગોરા ગામના અસરગ્રસ્તોએ પોતાની વિવિધ માંગણીઓ મુદ્દે નર્મદા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

શહેરા બ્લોકના કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામા આવ્યો.

ProudOfGujarat

શ્રીનગરમાં આતંકવાદીઓએ સ્કૂલમાં ઘૂસીને ફાયરિંગ કર્યું, બેનાં મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!