Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના મનુબર ગામ નજીક કાર-આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત, વડોદરાના PSI સહિત ત્રણનાં મોત : મિત્રને મળવા ભરૂચ આવી રહ્યા હતા ત્રણેય મૃતકો; કારનો કચ્ચરઘાણ નીકળ્યો, અન્ય એક વ્યક્તિ ગંભીર ઈજાગ્રસ્ત

Share

 

ભરૂચ  :

Advertisement

ભરૂચ જિલ્લાના મનુબર ગામ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કાર અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં વડોદરા DCB બ્રાન્ચમાં ફરજ બજાવતા PSI સહિત ત્રણ વ્યક્તિના મોત નીપજ્યાં હતાં. જ્યારે કારમાં સવાર અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાથમિક માહિતી અનુસાર, કારમાં સવાર મિત્રો વડોદરાથી ભરૂચ તરફ એક મિત્રને મળવા માટે આવી રહ્યા હતા. દરમિયાન મનુબર ગામ નજીક આગળ જઈ રહેલા આઈસર સાથે કાર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને કારને ભારે નુકસાન થયું હતું. અકસ્માતમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.

મૃતકોમાં વડોદરા DCB બ્રાન્ચમાં ફરજ બજાવતા PSI યશ પટેલ, મહેસાણાના 27 વર્ષીય પાર્થ પટેલ અને 28 વર્ષીય અસફાક મોનીનનો સમાવેશ થાય છે. જ્યારે કારમાં સવાર અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

અકસમાતની જાણ થતાં જ તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી અને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો હતો.

પ્રાથમિક વિગતો મુજબ, અકસ્માત બાદ આઈસર ચાલક વાહન ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને કાર અન્ય કોઈ વાહન સાથે પણ અથડાઈ હતી કે કેમ તે સહિતની બાબતો અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવથી મૃતકોના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે.


Share

Related posts

ઇન્ટરનેટ ઓફ થીંગ્સ, ટુલ્સ એન્ડ ટેકનિક્સ…..

ProudOfGujarat

‘સનાતન ગણેશ મહોત્સવ-2026’માં અયોધ્યાનગર યુવાશક્તિ મંડળનો ડંકો : ‘બોલ સે ભરૂચ, પુછ સે ભરૂચ’ના બેસ્ટ ડેકોરેશનમાં પાંચમો ક્રમ; અંગારકી ચોથ નિમિત્તે ગણેશજીના ચરણોમાં ટ્રોફી અર્પણ

ProudOfGujarat

અંકલેશ્વર : ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે આઝાદ રોલિંગ શટર હવામહેલ ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!