Proud of Gujarat
FeaturedGujaratINDIA

અદાણી ફાઉન્ડેશને સુમુલ ડેરીના સહયોગથી ઉમરપાડાના આદિવાસી પશુપાલક ખેડૂતો માટે પશુ સારવાર શિબિર યોજી.

Share

સુરત જિલ્લાનાં ઉમરપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પશુપાલન કરતા આદિવાસી ખેડૂતોને પશુઓને થતા વિવિધ લોકો સામે રક્ષણ મળી રહે અને પશુઓની સારવાર થાય તે માટે દસ ગામમાં પશુ સારવાર શિબિર સુમુલ ડેરી સાથે મળીને યોજી હતી. અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા આયોજિત આ પશુ સારવાર શિબિરમાં સુમુલ ડેરી, સુરતના વેટરનરી ડોક્ટર સંજયભાઈ પટેલ અને એમની ટીમ દ્વારા પશુ સારવાર કરવામાં આવી હતી.

ઉમરપાડાના દસ ગામમાં અદાણી ફાઉન્ડેશન, હજીરા અને સુમુલ ડેરીના વેટરનરી વિભાગના સહયોગથી પશુ સારવાર કેમ્પનું આયોજન થયું હતું. ચોખવાડા, ધાણાવડ, નવાગામ, પાંચ આંબા, જુમાવાડી, પીનપુર, ખોખવડ, બીજલવાડી, સરવણ, ફોફડી અને મોટી ફોફડી ગામમાં યોજાયેલા કેમ્પ દરમિયાન 1,025 જેટલા પશુઓની તપાસ અને સારવાર કરવામાં આવી હતી. ગ્રામીણ પશુપાલકો પશુઓને દાણ જેવો ખોરાક આપી નથી શકતા એટલે એ ક્ષમતાથી ઓછું દૂધ ઉત્પાદન કરે છે, વળી એમને વિવિધ સારવારની જરૂર હતી એ પણ કેમ્પ દરમિયાન વેટરનરી ડોક્ટર્સના ધ્યાનમાં આવ્યુ હતું. પશુઓમાં વાળ ખરવા, કરમ પડવા, વ્યંધત્વ નિવારણ જેવી વિવિધ સારવાર કરવામાં આવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

બુલેટ ટ્રેનની મંથરગતિએ ચાલી રહેલી કામગીરીને વેગ મળે તે માટે રાજય સરકાર દ્વારા એક મહત્વનુ પગલુ ભરવામાં આવ્યું.

ProudOfGujarat

સફાઇ અભિયાન : સુરેન્દ્રનગર : લખતરની લખતરીયા શેરીની મહિલાઓ લખતર તળાવના નહાવા ધોવાના ઘાટ સાફ કરવા તળાવ પહોંચી.

ProudOfGujarat

ભરૂચ : વર્લ્ડ વિઝન ઇન્ડિયા ક્ષત્રિય વિકાસ કાર્યક્રમમાં જિલ્લા સ્વાસ્થ્ય વિભાગને ઓક્સિજન કોન્સન્ટરેટર્સની મદદ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!