Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળમાં ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની સફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરી :  151મી જન્મજયંતી નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસ પખવાડિયાની ઉજવણી, આદિવાસી સમાજના વારસા અને સંસ્કૃતિના જતનનો સંકલ્પ

Share

 

વાંકલ : ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે ચાલી રહેલા જનજાતીય ગૌરવ દિવસ પખવાડિયા અંતર્ગત સુરત જિલ્લાના માંગરોળ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની સફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

Advertisement

આ પ્રસંગે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ દેશની આઝાદી અને આદિજાતિ સમાજના હક-અધિકારો માટે ભગવાન બિરસા મુંડાએ કરેલા સંઘર્ષ અને બલિદાનને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સમાજમાં સ્વાભિમાન, એકતા અને જાગૃતિની ભાવના જગાડવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમનું જીવન અને સંઘર્ષ આજની યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે. નવી પેઢીએ તેમના વિચારોમાંથી રાષ્ટ્રપ્રેમ, સામાજિક એકતા અને પોતાના ગૌરવશાળી વારસા પ્રત્યે અભિમાનની પ્રેરણા લેવી જોઈએ.

જનજાતીય ગૌરવ દિવસ પખવાડિયાનો મુખ્ય ઉદ્દેશ ભગવાન બિરસા મુંડા સહિત આદિજાતિ સમાજના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના સંઘર્ષ, બલિદાન અને રાષ્ટ્રનિર્માણમાં આપેલા યોગદાનને જન-જન સુધી પહોંચાડવાનો છે. આ પખવાડિયા દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી આદિવાસી સમાજના ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક યોગદાનને ઉજાગર કરવામાં આવી રહ્યું છે.

આ પ્રસંગે આગામી તા.15 નવેમ્બરના રોજ મોસાલી ખાતે યોજાનારી ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીની ઉજવણીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા ધારાસભ્ય દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

વડોદરા : તુલસીવાડી ખાતે ભગવાન નરસિંહજીની સગાઈ ચાંદલા વિધિ યોજાઇ.

ProudOfGujarat

ભરૂચના તવરા ગામે મહંત પ.પૂ. મંગલદાસની 31 મી પુણ્યતિથિ સ્મૃતિ મહોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

નર્મદા જિલ્લા પોલીસ દ્વારા લોકડાઉનનો ચુસ્ત અમલ “ ઘરમાં રહો સુરક્ષિત રહો” માટે પોલીસતંત્રની જાહેર અપીલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!