Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દિવાળીના તહેવારોમાં ભરૂચ એસટી વિભાગે 160થી વધુ વધારાની બસો દોડાવી : 10 હજારથી વધુ મુસાફરોએ કર્યો વતન તરફ પ્રવાસ, એસટી નિગમને રૂ.33 લાખથી વધુની આવક

Share

 

ભરૂચ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં રોજગારી અર્થે વસવાટ કરતા શ્રમિકો, કારીગરો અને રત્નકલાકારો દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં પોતાના વતન તરફ રવાના થયા હતા. તહેવારો દરમિયાન મુસાફરોની વધેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને ભરૂચ એસટી વિભાગ દ્વારા અલગ-અલગ રૂટ પર 160થી વધુ વધારાની બસો દોડાવવામાં આવી હતી. આ બસોમાં 10 હજારથી વધુ મુસાફરોએ મુસાફરી કરતાં એસટી વિભાગને રૂ.33 લાખથી વધુની આવક થઈ હતી.

Advertisement

દિવાળીના વેકેશન દરમિયાન ખાસ કરીને દાહોદ અને પંચમહાલ જિલ્લાના શ્રમિકો તેમજ સૌરાષ્ટ્ર તરફ જતા રત્નકલાકારોની સંખ્યા નોંધપાત્ર રહી હતી. દાહોદ, પંચમહાલ અને સૌરાષ્ટ્રના રૂટ પર એસટી બસોને મુસાફરોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. ખાનગી વાહનોના ઊંચા ભાડા અને મુસાફરીની મુશ્કેલીઓથી બચવા મોટી સંખ્યામાં લોકોએ એસટી નિગમની બસોમાં પ્રવાસ કરવાનું પસંદ કર્યું હતું.

આ અંગે ભરૂચ એસટી ડેપો મેનેજર વિશાલ ક્ષત્રીવાલાએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે વધારાની બસોનું આયોજન કરવામાં આવ્યું હતું. 160થી વધુ વધારાની બસોમાં 10 હજારથી વધુ મુસાફરોએ પ્રવાસ કર્યો હતો, જેના થકી વિભાગને રૂ.33 લાખથી વધુની આવક થઈ છે.

તેમણે મુસાફરો દ્વારા એસટી નિગમની બસો પર દર્શાવવામાં આવેલા વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આગામી સમયમાં પણ મુસાફરોની સંખ્યા અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વધારાની બસોનું આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.


Share

Related posts

“દિવ્ય કાશી, ભવ્ય કાશી” કાર્યક્રમ અંતર્ગત જિલ્લાભરમાં ભરૂચ ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

માંગરોળ : વકરી રહેલી કોરોના મહામારીને કાબૂમાં લેવા વાંકલ ગામને તારીખ 18 થી 25 સુધી સ્વૈચ્છિક લોકડાઉન કરાયું.

ProudOfGujarat

લીંબડીનાં કાનપરાના પાટીયા નજીક કપાસ ભરેલ ટ્રકમાં આગ ભભુકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!