Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં ફતેગંજ વિસ્તારની ધ ચોકલેટ રૂમ રેસ્ટોરામાં આગથી લાખોનું નુકસાન

Share

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી કલ્યાણ હોટલની બાજુમાં ધ ચોકલેટ રૂમ નામની રેસ્ટોરામાં ગઈ મોડી રાત્રે આગ લાગી હતી. જેને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે. બનાવની જાણ ફાયર બ્રિગેડને થતા ઘટના સ્થળે પહોંચી જઈ આગ બુજાવી હતી.

ફતેગંજ વિસ્તારમાં આવેલી ચોકલેટ રૂમ રેસ્ટોરરામાં ગઈકાલે મોડી રાત્રે અચાનક આગે દેખા દેતા બાજુમાં આવેલી હોટલના કર્મચારીઓએ ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરી હતી. સ્થળ પર પહોંચી જઈ ફાયર બ્રિગેડના જવાનોએ આગ બુજાવી દીધી હતી. આગને કારણે ફર્નિચર અને એર કન્ડિશન બળીને થાક થઈ જતા લાખો રૂપિયાનો નુકસાન થયાનો અંદાજ છે. આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.

Advertisement

Share

Related posts

ગોધરા ખાદીકેન્દ્રો પર ખાદીપ્રેમી ગ્રાહકોઁનો ધસારો થતા સંચાલકો ખુશખુશાલ

ProudOfGujarat

લીંબડી મોટાવાસ વિસ્તારનાં નાકે કચરો, દારૂની થેલીઓનો ઢગલો થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

ProudOfGujarat

ધોરણ-12 CBSE નું પરિણામ આજે જાહેર કરાશે: આ રીતે જાણી શકશો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!