Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

વિરમગામ ના સચાણા ગામ ખાતે શ્રી કેશર કુંભ કુટુંબ યાત્રા નું પુજન કરી ઉમકળાભેર સ્વાગત કરાયું.

Share

ઘાંગ્રઘા-હળવદ સ્ટેટ ના રાજવી ડો.જયસિંહજી સાહેબ સહિત ના રાજવીઓ ઉપસ્થિત રહ્યા.
 
ઐતિહાસિક સાંસ્કૃતિક વિરાસત ના જતન માટે ઘાંગ્રઘા ના રાજ મહેલથી કેશર કુંભ કુટુંબ યાત્રા નીકળી આજરોજ વિરમગામ ના સચાણા ગામ ખાતે આવી પહોંચી હતી.જ્યાં વિરમગામ સહિત પંથકના ક્ષત્રિય સમાજ દ્વારા યાત્રા નુ પુજન કરી ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. ઘાંગ્રઘા ના 47 મા રાજા તરીકે જલેશ્ર્વર મહારાજ શ્રીરાજ ડો.જયસિંહજી સાહેબ ઓફ હળવદ-ઘાંગ્રઘા નુ ગત 12 ડિસેમ્બરે રાજતિલક કરાયું હતું ઝાલાવાડની 65 જગ્યાના અને સિંઘ માથી પણ  પવિત્ર જળ  કળશમા રાખવામાં આવ્યાં હતાં ગુજરાત ના ક્ષત્રિય ઝાલા પરીવારો આ યાત્રા મા જોડાયા હતા આજરોજ આ શ્રી કેશર કુંભ કુટુંબ યાત્રા વિરમગામ ના સચાણા ગામ ખાતે આગમન થયું હતું જ્યાં વિરમગામ ના 9 ગામો સહિત પંથક ના ક્ષત્રિય સમાજ પરીવારો ઉપસ્થિત રહ્યા હતા. અને રાજવીઓનુ સન્માન કરવામાં આવ્યું હતું. જેમા 47 મા ઝલ્લેશ્ર્વર મહારાજ શ્રી રાજ ડો.જયસિંહજી સાહેબ ઓફ હળવદ-ઘાંગ્રઘા,લખતર સ્ટેટના બળભદ્ર સિંહજી,સાણંદ ના જયસિવસિંહજી ટીકાબાપુ સહિત રાજવીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
 
પીયૂષ ગજ્જર, વિરમગામ.

Share

Related posts

રાજપીપળા : ગરૂડેશ્વર તાલુકાના વાંસલા ગામે હાઇવે ઉપર થયેલ લૂંટના આરોપીઓ ઝડપાયા.

ProudOfGujarat

લીંબડીનાં મફતીયાપરામાંથી રામદેવજીનો વરઘોડો નીકળ્યો.

ProudOfGujarat

અંકલેશ્વરની કુસુમબેન કડકિયા કોલેજ ખાતે વિદ્યાર્થીઓ ફી લેવાનું બંધ કરતા વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો

ProudOfGujarat
error: Content is protected !!