Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં વેસુમાં કાપડ વેપારીના ઘરમાંથી દાગીનાની ચોરી કરી ચોર ફરાર

Share

વેસુ કેનાલ રોડ સ્થિત રાજહંસ કોસ્મિકમાં રહેતા લવેશ ચુનીલાલ અગ્રવાલ (ઉ.વ. 53) સગરામપુરા હનુમાન શેરીમાં ઉત્સવ હાઉસ નામે કાપડનો ધંધો કરે છે. લવેશની સાથે તેનો પુત્ર ઉત્સવ ઉપરાંત પત્ની તથા પુત્રી પણ ધંધામાં જોડાયેલા છે. ગત 27 ફેબ્રુઆરીએ લવેશના વૃધ્ધ પિતા ચુનીલાલ (ઉ. વ. 78) અને માતા રાધાબેન (ઉ.વ. 74) લગ્નપ્રસંગમાં ગયા હતા. જયાંથી પરત આવી સોનાના હીરાજડિત દાગીના કાઢીને લાલ કલરના પાઉચમાં મુકી લાકડાના કબાટના ડ્રોઅરમાં મુકયા હતા. ગત 3 માર્ચે રાધાબેને કબાટ ખોલ્યો ત્યારે તેમાંથી સોનાની ચૂડી, હિરાજડિત પેન્ડલ સહિતની ચેઇન મળી કુલ રૂ. 6.50 લાખના દાગીના ગાયબ હતા. જેથી આ દાગીના ઘરમાં વૃધ્ધ માતા-પિતાની સેવાચાકરી અને ઘરકામ માટે રાખેલા હતા.

ચાર નોકર નરેન્દ્ર યુવરાજ દામોદાર (રહે. બાલાજી મંદિરની બાજુમાં, ભરથાણા), અર્ચના ફૂલચંદ કુત્તપુરે (રહે. કૈલાસનગર, પાંડેસરા), લક્ષ્મી યશવંત વાડુ (રહે. આદર્શ પછાત વર્ગ સોસાયટી, ઘોડદોડ રોડ) અને સુજાતા અનીલ સીરસાઠ (રહે. ધનપાલ એપાર્ટમેન્ટ, ભટાર) એ ચોરી કર્યાની આશંકા સાથે વેસુ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : નાંદ ગામની સીમમાંથી એક અજાણ્યા ઈસમનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો…

ProudOfGujarat

ઝઘડીયાના એક ગામે ચાર સંતાનોની માતા સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્નની ના પાડતા ફરિયાદ.

ProudOfGujarat

નડિયાદ : કપડવંજ રોડ પર અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનુ મોત, બે ને ઇજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!