Proud of Gujarat
GujaratFeaturedINDIA

બારડોલીનાં સાંસદ પ્રભુભાઈ વસાવાએ વાંકલ ખાતે આવેલ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલ કન્યા છાત્રાલાયમાં કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજરોજ બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાએ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી.

આજરોજ સાંસદ સભ્ય પ્રભુભાઈ વસાવા સાહેબ વાંકલ કોવીડ સેન્ટરની મુલાકાત લીધી અને ઓક્સિજનની સુવિધા માટે વાતચીત કરી જલ્દીમાં જલ્દી ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ કરવાની ખાતરી આપી હતી, તેમજ માનનીય મંત્રી ગણપતસિંહ વસાવાએ પણ ટેલિફોનિક ચર્ચા કરી ઓક્સિજનની સુવિધા જલ્દીમાં જલ્દી ઉપલબ્ધ કરવાની ખાતરી આપી હતી. આ તકે ડે.અમિતભાઈ ગામીત, માંગરોળના સી.ડી. ચૌધરી, સુરત જીલ્લાના સદસ્ય દિનેશભાઇ સુરતી, માંગરોળ તાલુકાના સદસ્ય યુવરાજસિંહ સોનારીયા હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

नो प्ले-जैकलीन फर्नांडीज के सारे काम;अभिनेत्री ने साझा किये अपने निर्धारित कार्यक्रम

ProudOfGujarat

ચેઇન સ્નેચીંગ ગુનામાં બે ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભરૂચ સી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

છોટાઉદેપુર જીલ્લાના ડોલરીયા ગામેથી જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!