Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા : ઉમલ્લા નજીક અજાણ્યા વાહને મહિલાને અડફેટમાં લેતા સારવાર દરમિયાન મોત

Share

ઉમલ્લા દુ.વાઘપુરા ગામે રોડ ક્રોસ કરતી એક ૬૦ વર્ષીય વૃધ્ધ મહિલાને એક અજાણ્યા ફોર વ્હિલ ચાલકે અડફેટમાં લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ આ મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ દુ.વાઘપુરા ગામે નીચલા ફળિયામાં રહેતા ચંપાબેન ઉર્ફે સોમીબેન વસાવા ગતરોજ તા.૮ મીના રોજ સવારના સાડા નવ વાગ્યાના અરસામાં રોડ ઓળંગતા હતા ત્યારે કોઇ અજાણ્યા ફોર વ્હિલ ચાલકે અડફેટમાં લેતા ચંપાબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ બેભાન થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ઉમલ્લા સરકારી દવાખાને લઇ જવાયા બાદ વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અજાણ્યો ફોર વ્હિલ ચાલક અકસ્માત બાદ નાશી ગયેલ હતો. ઘટના સંદર્ભે મૃતકના પુત્ર રાજેશભાઇ બોખાભાઇ વસાવા રહે.દુ.વાઘપુરા તા.ઝઘડિયાનાએ અકસ્માત કરી નાશી છુટેલ અજાણ્યા વાહન ચાલક વિરુધ્ધ ફરિયાદ લખાવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

નગરપાલીકા કારોબારીમાં ઉપપ્રમુખ સહિત અન્ય સભ્યો હાજર નહી રહીને કર્યો વિરોધ્ધ

ProudOfGujarat

અંકલેશ્વરમાં ઇ-સિગારેટના જથ્થા સાથે એક આરોપીને હજારોના મુદ્દામાલ સાથે પકડી પાડતી એસ.ઓ.જી પોલીસ

ProudOfGujarat

કતોપોર દરવાજા વિસ્તારમાં જાળીમાં ફસાયેલ કૂતરાનું રેસ્ક્યૂ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!