Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના માંજલપુરમાં જુના ઝઘડાની અદાવતે યુવકને ચાકુનો ઘા માર્યો

Share

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ સરકારી આવાસ યોજના પાસેના શ્રીજીનગરમાં રહેતો સંતોષ માળી કલરકામ કરે છે. તેણે ફરિયાદ નોંધાવી હતી કે, હું મારા કાકાના દીકરા જયેશ સાથે બાઈક ઉપર પસાર થતો હોય તે સમયે ઘર નજીક અગાઉના ઝઘડાની અદાવત રાખી કિશન ચુનારાએ જયેશ સાથે ઝઘડો કર્યો હતો ઝઘડો કર્યો હતો. આ દરમિયાન જયેશે પોતાની પાસે રહેલ ચાકુ વડે કિશનના પેટના ભાગે ઘા મારી દીધો હતો. તેની અદાવત રાખી કિશન ચુનારાનો ભાઈ અજય ચુનારા, તેના મિત્રો વિશાલ પરમાર, અક્ષર વસાવા તથા મયુર વસાવા (તમામ રહે-વસાવા ફળિયું, અટલાદરા) મને મારવા માટે દોડતા હું બાઈક લઇ નાશવા જતા બાઈક સ્લીપ થઈ જતા મને ઇજા પહોંચી છે. ત્યારબાદ તેઓ મારા ઘરે ઘસી આવી ઘરના બારીના કાચ તોડી મુખ્ય દરવાજાને નુકસાન પહોંચાડી મને ગડદાપાટુનો માર માર્યો હતો.

Advertisement

Share

Related posts

બાઇક સ્લીપ થતાં ચાલકનું મોત, પાછળ બેસેલો શખ્સ ગંભીર

ProudOfGujarat

પાલેજ રેલ્વે સ્ટેશન નજીક જયપુર સુપરફાસ્ટ એકસપ્રેસ ટ્રેન અડફેટે પાલેજના યુવકનું કરૂણ મોત.

ProudOfGujarat

રાજપીપળા શહેરમાં મોહરમ નિમિત્તે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!