Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નેત્રંગના ૧૨ ગામના અસરગ્રસ્ત ખેડૂતોનું યોગ્ય વળતરની માંગ સાથે કલેક્ટરને આવેદન

Share

 

વાપી-અંબાવા-ચાસવડ-નેત્રંગ-કાંટી પાડા-મોટી શામળાજી માર્ગનું વિસ્તરણ થઈ રહ્યું છે

Advertisement

। ભરૂચ !

નેત્રંગ તાલુકામાં આવેલાં ૧૨ ગામો વાપી-અંબાવા-ચાસવડ-નેત્રંગ-કાંટીપાડા-મોટી શામળાજી માર્ગ પર નેશનલ હાઈવે સત્તાધિશો દ્વારા રોડના વિસ્તરણની પ્રક્રિયામાં આવે છે.ત્યારે નેત્રંગ તાલુકાના ટ્રાઈબલ વિસ્તારના ૧૨ ગામના ખેડૂતોએ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કરવામાં આવેલાં જમીન સંપાદનમાં અસરગ્રસ્ત ખેડૂતોએ તેમને યોગ્ય અને વધારેલાં વળતરની માંગણી સાથે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે.જેમાં તેમણે જણાવ્યું છે કે, હાઈવે માટે જમીન લેતી વખતે બજારભાવ મુજબ વળતર આપવામાં આવતું નથી. જાહેરનામાં ભાદ તેમને પુરતું વળતર મળ્યું નથી.

ભરૂચ જિલ્લામાંથી વાપી, અંબાવા,ચાંસવડ, નેત્રંગ, કાંટીપાડા તેમજ મોટી શામળાજી માર્ગ પર બનનારા રોડ પર નવીનિકરણ અને વિસ્તૃત કરવાની કવાયત હાથ ધરાઈ છે. જેના પગલે જમીન સંપાદનની પ્રક્રિયા પણ ચાલી રહી છે. ત્યારે ખે.ડૂતોએ આક્ષેપ કર્યો છે. જમીનની માપણી યોગ્ય રીતે કરવામાં આવી નથી. જે બાદ વર્ષ ૨૦૧૭ના રિસર્વે તેમજ રીવિજનના દરને આધારે જ વળતર નક્કી કરવામાં આવ્યુ છે, જેના કારણે હાલના બજાર ભાવથી મોટો તફાવત ઊભો થયો છે. ઉપરાંત તેમણે ઉમેર્યું છે કે, ઘણા વિસ્તારોમાં વીજલાઈન, રોડ અને અન્ય સુવિધાઓ માટે જમીન લોવામાં આવી હોવા છતાં યોગ્ય મુલ્યાંકન કરવામાં આવ્યું નથી. જમીનનું પુન:મુલ્યાંકન કરીને વર્તમાન બજારભાવ મુજબ યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ તેમણે કરી છે.


Share

Related posts

સુરેન્દ્રનગર : મીશન ઇન્દ્રઘનુષ અંર્તગત આસિસ્ટન્ટ ડાયરેકટરની લીંબડી મુલાકાત.

ProudOfGujarat

કરજણનાં મારુતિ પ્લાઝામાં રહેણાંક ફ્લેટમાં આગ લાગતા અફરાતફરી મચી

ProudOfGujarat

કતારગામથી પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને કરંજથી મનોજ સોરઠીયાને ગુજરાતની જનતા ચૂંટણી લડાવશે : અરવિંદ કેજરીવાલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!