Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ નગર સહિત પંથકમાં પુનઃ બરફના કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ નગર સહિત પંથકમાં ઉનાળાના આગમન ટાણે અચાનક વાતાવરણમાં પલટો આવતા નગરજનો અચંબિત થઈ ઉઠ્યા હતા. શુક્રવારે બપોર બાદ નગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કાળા ડીબાંગ વાદળોની ફોજ આકાશમાં ચડી આવી હતી. જોતજોતામાં વીજળીના ચમકારા અને વાદળોના ગડગડાટ સાથે બરફના કરા સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણ આહલાદક બનવા પામ્યું હતું. પવનના જોરદાર સુસુવાટા સાથે જ સમગ્ર નગરનો વીજ પુરવઠો બંધ થઈ જવા પામ્યો હતો. લગભગ અડધો કલાક સુધી વરસાદ વરસ્યો હતો.

હાલ ઉનાળાની ઋતુનો પ્રારંભ થયો હોય ત્યારે અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ફાગણ માસમાં જાણે કે અષાઢી માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદને પગલે ખેડૂતો પણ વિમાસણમાં મુકાઇ ગયા છે.પાલેજ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બરફના કરા સાથે વરસાદ વરસ્યાના અહેવાલ સાંપડ્યા હતા. કમોસમી વરસાદથી ખેતીના પાકોને નુકસાન થવાની ભીતિ ધરતીપુત્રો સેવી રહ્યા છે. વરસાદને પગલે નગરના માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા.વરસાદની સાથે બરફના કરા પણ પડયા હતા.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

પાટણમાં પ્રતિબંધિત દોરીનું વેચાણ કરતા ત્રણ ઈસમો 20 ફીરકી સાથે ઝડપાયા.

ProudOfGujarat

બાઇક સવાર દંપતી-પુત્રને પિકઅપ જીપે ટક્કર મારી : પિતાનું મોત, માતા-પુત્રને ગંભીર ઇજા

ProudOfGujarat

ગુજરાત માં એક માત્ર અંકલેશ્વર ખાતે ઉભા ગરબા યોજાય છે 300 વર્ષ ઉપરાંત થી પ્રાચીન ગરબા પેઢી દર પેઢી આયોજન કરવામાં આવી રહ્યું છે. 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!