Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્યમાં TET-1 અને TET-2 ની પરીક્ષાની તારીખની શિક્ષણ વિભાગે કરી જાહેરાત

Share

શિક્ષણ વિભાગ દ્વારા TET- 1 અને TET-2 ની યોગ્યતા કસોટીની તારીખ જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા ટેટ-1 અને ટેટ-2 ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. રાજ્યની સરકારી શાળામાં ખાલી પડેલી પ્રાથમિક શિક્ષકોની ભરતી માટે પરીક્ષા લેવામાં આવશે.

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓના શિક્ષકો માટેની TET-1 અને TET-2 માટેની યોગ્યતા કસોટીની તારીખ આજે જાહેર કરવામાં આવી છે. TET-1 અને TET-2 માટે ઓનલાઈન અરજી અન્વયે બંનેની યોગ્યતા કસોટી એપ્રિલમાં યોજવામાં આવશે. TET-1 કસોટી આગામી એપ્રિલની 16 મી તારીખના રોજ યોજાશે જ્યારે TET-2 કસોટી આગામી એપ્રિલની 23 મી તારીખે યોજાશે. રાજ્યભરમાંથી TET-1 માટે અંદાજે 87 હજાર અને TET-2 માટે અંદાજે 2 લાખ 72 હજાર જેટલા ઉમેદવારો કસોટી આપશે. પ્રાથમિક શિક્ષક બનવા માટે TET-1 અને TET-2 કસોટી પાસ કરવી ફરજિયાત છે. ધોરણ 1 થી 5 માં શિક્ષકની નોકરી માટે ઉમેદવારોએ TET-1 પરીક્ષા પાસ કરવી પડે છે અને ધોરણ 6 થી 8માં શિક્ષક બનવા માટે TET-2 ની પરીક્ષા પાસ કરવી પડે છે.

Advertisement

Share

Related posts

જુનીયર ચેમ્બર ઇન્ટરનેશનલ ભરૂચ દ્વારા આયોજિત જેસીઆઇ વીક 2019 અંર્તગત “ફેશ ટુ ફેશ આઇકોન મીટ” નું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

કેસરોલ ગામની ખ્યાતનામ આદિત્ય બિરલા સ્કૂલ ગેરકાયદેસર હોવાની હકીકત બહાર આવતા ભૂકંપ.શાળા માંજ કચરા-પોતાનું કામ કરતા પતિ-પત્ની જમીનના માલીક નીકળ્યા.સમગ્ર સ્કૂલ ૨૦ વર્ષથી ગેરકાયદેસર હોવા છતાં વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણ તંત્ર વગેરે ઊંઘતું ઝડપાયું….

ProudOfGujarat

અડાલજ ખાતે ક્ષત્રિય ગાડલીયા લુહાર સમાજ ના પ્રથમ સમુહ લગ્ન કે.જી.વણઝારાની ઉપસ્થિતિમાં સંપન્ન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!