Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા પોલીસને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સિનિયર સીટીઝનો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું

Share

ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આજે જિલ્લાના મુખ્યત્વે ત્રણ પોલીસ ડિવિઝનો ખાતે સિનિયર સીટીઝન વ્યક્તિઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં કુલ 1196 જેટલાં સિનિયર સીટીઝન આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલ સિનિયર સીટીઝન મેડિકલ ચેકઅપ કેમ્પમાં જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ એ ડિવિઝન ખાતે મોટી સંખ્યામાં સિનિયર સીટીઝન ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સિનિયર સીટીઝન વ્યક્તિઓને પડતી હેલ્થની તકલીફો, પોલીસ વિભાગમાં પડતી તકલીફો તેમજ કોઈ સરકારી કચેરીમાં લગતા તેઓના પ્રશ્નો અંગે માહિતી મેળવી હતી સાથે સાથે તેઓને ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે તે અંગેનું માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.

Advertisement

ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકે યોજાયેલ આ કાર્યક્રમમાં વહેલી સવારથી મોટી સંખ્યામાં સિનિયર સીટીઝન લોકો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેઓના હેલ્થ સહિતની બાબતો ઉપર ધ્યાન આપવામાં આવ્યું હતું.


Share

Related posts

જેસીબીના બકેટથી ગળું દબાવાથી મોત થયેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો : શુકલતીર્થ ગામે લીઝ વિસ્તારમાં બનેલી ચોંકાવનારી ઘટના

ProudOfGujarat

મેક્સિકોમાં ખીણમાં બસ પડતાં 17 મુસાફરોના મોત, 6 ભારતીયો સહિત 40 મુસાફરો હતા સવાર

ProudOfGujarat

ખોલવડ ખાતે ભારતિય જીવન વિમા નિગમ સુરત આયોજીત આંતર કોલેજ વકતૃત્વ સ્પર્ધામાં ભરૂચની ધરા ડાંગરવાલા દ્વિતિય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!