Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નર્મદા નદી કિનારે બાવળની ઝાડીમાં સંતાડેલો વિદેશી દારૂ ઝડપાયો.

Share

ભરૂચ નગર નજીકથી પસાર થતી નર્મદા નદીના કિનારા વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. આ અગાઉ પણ એલ સી બી. પોલીસે નદીકિનારા વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.

ભરૂચ નગર પાસેથી પસાર થતી નર્મદા નદીના દશાશ્વમેઘ ઘાટ પાસે આવેલ ઝાડીમાં સંતાડેલ વિદેશી દારૂના જથ્થાને મળેલ બાતમીના આધારે એલસીબી પોલોસે ઝડપી પાડયો હતો. રૂ. ૩૩ હજાર કરતા વધુ કિંમતના દારૂ અંગે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે. આ અંગે મળતી માહિતી મુજબ એલસીબી પોલીસ જિલ્લા પોલીસવડા ડો.લીના પાટીલના માર્ગદર્શન હેઠળ અને એલસીબી પીઆઈ ઉત્સવ બારોટની સુચના અનુસાર પ્રોહિબિશનની કામગીરી કરી રહી છે ત્યારે મળેલ બાતમીના આધારે પીએસઆઈ પી.એમ.વાળાએ દશાશ્વમેધ નજીકના નદી કિનારાના ઝાડીમાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો બોક્ષ નંગ ૬, નાની મોટી બોટલ નંગ 216 કિંમત રૂ.33,480 નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. આ અંગે આરોપી દેવ ઉર્ફે ગદો પ્રવીણ મકવાણા રહે. લોઢવાડના ટેકરાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરેલ છે.

Advertisement

Share

Related posts

રસીકરણ જ એકમાત્ર ઉપાય :વિલાયત જીઆઈડીસીમાં જુબિલન્ટ દ્વારા તેમના કર્મચારીઓ અને તેમના પરિવારનું વેક્સિનેશન કરાયુ..

ProudOfGujarat

અંકલેશ્વર વિસ્તારમાં ભરણ ગામની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat

નડિયાદના ડભાણ નજીક રેતી ભરેલ ટ્રેલરે બીજા ટ્રેલરને ટક્કર મારતા સર્જાયો અકસ્માત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!