Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં વિશાલા સર્કલ પાસે AMTS ની બસે અકસ્માત સર્જતા ઈજાગ્રસ્ત

Share

અમદાવાદમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. AMTS બસ દ્વારા થતાં અકસ્માતોની ઘટનાઓ પણ વધી રહી છે. ત્યારે શહેરમાં વિશાલા સર્કલ પાસે એએમટીસ બસ દ્વારા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક લોડિંગ ટેમ્પો અને રીક્ષાને ભારે નુકશાન થયું હતું. જેમાં એક બાળકી અને એક વ્યક્તિને ઈજા પહોંચતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં વિશાલા સર્કલ પાસે એએમટીએસની બસ દ્વારા અકસ્માત થતાં ગાડી, રિક્ષા અને લોડિંગ ટેમ્પોને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ અકસ્માત થતાં જ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતાં. આ અકસ્માતમાં એક નાની બાળકી અને એક વ્યક્તિને ઈજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. અકસ્માતને પગલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામ થઈ જતાં કેટલાક લોકોએ ટ્રાફિક ખુલ્લો કર્યો હતો. જ્યારે પોલીસે પણ તાત્કાલિક રસ્તો ખુલ્લો કરાવીને ટ્રાફિક હળવો કરવાનો પ્રયત્ન કર્યો હતો.

Advertisement

Share

Related posts

રાજકોટ-જામનગર હાઇવે પર ટ્રક પાછળ કાર ઘુસી જતાં બે ના ઘટનાસ્થળે મોત

ProudOfGujarat

હીરાબાના નિધન પર સમગ્ર દેશ શોકમગ્ન, વતન વડનગરમાં વેપારીઓએ બંધ પાળી શ્રદ્ધાંજલિ આપી

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના પાણેથા ગામે વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!