Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર વાલિયા ચોકડી બ્રિજ ખાતે મંદિરની દેરી પાસે થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો, ક્રાઇમ બ્રાંચે કરી એક આરોપીની ધરપકડ

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતેની વાલિયા ચોકડી વિસ્તારમાં આવેલ મંદિરની દેરી પાસેની ખુલ્લી જગ્યામાં ગત તારીખ 23 ના રોજ એક ઈસમની હત્યા કરેલ અવસ્થામાં લાશ મળી આવતા ભારે ચકચાર મચ્યો હતો. ઘટના બાદ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે હત્યા અંગેનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી, જે બાદ મામલાની તપાસમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પણ જોતરાઈ હતી.

ભરૂચ ક્રાઇમ બ્રાંચ દ્વારા હ્યુમન ઇન્ટેલીજન્ટ અને ટેક્નિકલ સર્વેલન્સ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી દરમ્યાન હવામહેલ રોડ વિસ્તારનાં સીસીટીવી કેમેરાઓની ચકાસણી કરવામાં આવી હતી જેમાં મૃતક જયંતીલાલ રમણભાઈ તડવી 23 તારીખના છેલ્લે હવામહેલ રોડ પરથી બે ઈસમો સાથે જતા નજરે પડ્યા હતા, ત્યારબાદ પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં રાહદારીઓ સહિતના લોકોને ફોટો બતાવતા એક ઈસમની ઓળખ ભરત લક્ષ્મણભાઇ ગોઝારિયા તેમજ અન્ય એક ઈસમ રાજુ લગડા હોવાનું માલુમ પડ્યું હતું.

Advertisement

ક્રાઇમ બ્રાંચની તપાસમાં ભરત લક્ષ્મણભાઇ ગોઝારીયા વાલિયા ચોકડી વિસ્તારમાં ડ્રેનેજ પંપ નજીકની ઝૂંપડપટ્ટી પાસેથી મળી આવ્યો હતો જેને પકડી લઈ તેની પૂછપરછ કરતા તે અને તેના મિત્રએ મળી જયંતીભાઈ તડવી રહે નંદૂર બાર મહારાષ્ટ્ર નાઓની સાથે ઝઘડો થતા પથ્થર મારી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી જે બાદ ક્રાઇમ બ્રાંચે ભરતની ધરપકડ કરી મામલે રાજુ લગડા નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


Share

Related posts

ભારત સરકારના નીતિ આયોગના એડિશનલ સેક્રેટરી અન્ના રોયના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લાના વિકાસ પ્રકલ્પો અંગે બેઠક યોજાઈ

ProudOfGujarat

માંગરોળ તાલુકાના મોસાલી ગામે રોજગાર શરૂ ન થાય ત્યાં સુધી બે ટંકનું ભોજન આપવાનું શરૂ કરવામાં આવ્યું.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડીમાં સૌરાષ્ટ્ર કો.સ્પીનિંગ બંધ મીલની જમીન ચાંઉ કરી જવાની બાબતે મીલ વર્કરોમાં રોષ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!