Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં વૃદ્ધ વ્યક્તિઓને નિશાન બનાવી દાગીનાની તસ્કરી કરતી ટોળકીના બે આરોપીઓ ઝડપાયા

Share

વડોદરામાં રિક્ષામાં ઉંમરલાયક વ્યક્તિઓને બેસાડી તેઓના કીમતી દાગીના તફડાવી લેનાર રીક્ષાચાલક સહિત બે વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે વૃદ્ધાની ચેન તફડાવનાર એક મહિલા ફરાર થઈ જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

થોડા દિવસ પહેલા પાદરામાં રહેતું એક વૃદ્ધ દંપત્તિ ભાયલી પાસે હનુમાનજી મંદિરે દર્શન કરવા જવા માટે રિક્ષામાં બેઠું હતું ત્યારે રસ્તામાં વૃદ્ધાના ગળામાંથી બે તોલા વજનની રૂ.1,00,000 કિંમતની સોનાની ચેન ચોરી થઈ હતી. આ અંગે પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી દરમિયાન જિલ્લા એલસીબીએ આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરતા એવી બાતમી મળી હતી કે પાદરા એસટી ડેપો પાસે બે શખ્સો સીએનજી રીક્ષા લઈને ઊભા છે અને તેમણે જ વૃદ્ધાની ચેન ચોરી કરી છે. આ બાતમીના આધારે પોલીસે પાદરા એસટી ડેપો પાસેથી સીએનજી રીક્ષા સાથે શકીલ ફિરોજ વોરા રહે. ખાત્રજ દરવાજા બહાર મહેમદાવાદ અને સમીરખાન મુસ્તફાખાન પઠાણ રહે. ઢાંકણી વાળા મહેમદાવાદને ઝડપી પાડ્યા હતા. બંનેની પૂછપરછ કરતા તેઓએ કબુલાત કરી હતી કે મહેમદાવાદમાં સરદારનગર પાસે રહેતી આશા ઉર્ફે જાનુ ચંદુભાઈ દેવીપુજક નામની મહિલા સાથે ઉંમરલાયક વ્યક્તિઓને નિશાન બનાવી ચોરી કરવાનું નક્કી કરી તેઓ પાદરા આવ્યા હતા. આશાબેનને પેસેન્જર તરીકે અગાઉથી જ રિક્ષામાં બેસાડી રાખ્યા હતા અને જ્યારે વૃદ્ધા બેસ્યા ત્યારે આશાએ શિફ્ટપુર્વક સોનાની ચેન આંચકી લીધી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચની સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્પોર્ટસ એકેડમી ખાતે ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

વાંકલના પાનેશ્વર ફળિયા નજીક મુખ્ય માર્ગ પર અડચણરૂપ પાર્ક કરેલ ટ્રક પાછળ ઇકો કાર ઘુસી જતાં ચાલકનો બચાવ.

ProudOfGujarat

આખરે શિક્ષણ વિભાગમાં ખાલી પડેલ જગ્યાઓ ભરાશે, 3 વર્ષ બાદ TET પરીક્ષાનું આયોજન કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!