ભરૂચ, અંકલેશ્વર, સુરત, વડોદરા અને અમદવાદ ખાતે આવે ATM સેન્ટરોની બાહર ઉભા રહી મદદ કરવાના બહાને ATM કાર્ડ બદલી લઈ તેનું પિન નંબર મેળવી લઈ રૂપિયા ઉઠાવી લઈ ફરાર થતા બે ગઠીયાઓ પૈકી એકને ભરૂચ ક્રાઇમ બ્રાંચ અને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસની ટીમે મહેસાણા ખાતેથી ઝડપી પાડી રોકડ રકમ સહિતનો મુદામાલ કબ્જે કરી મામલે અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે.
ભરૂચ જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી જુદા-જુદા ATM સેન્ટર ઉપર રૂપીયા ઉપાડવા જતા લોકોને વાતોમાં ભોળવી રૂપીયા ઉપાડવામાં મદદ કરવાના બહાને ATM કાર્ડ બદલી ATM કાર્ડનો પાસવર્ડ મેળવી લઇ રૂપીયા ઉપાડવાનાં ગુનાની સંખ્યામાં વધારો થયો હતો. આ ગુનાઓ તથા આરોપીનું પગેરૂ શોધી કાઢવા પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલની સૂચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ સાહેબ અંકલેશ્વર ડીવીઝન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી.
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.એચ.વાળા તથા પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટ દ્વારા અંકલેશ્વર શહેરમાં ATM કાર્ડ બદલી રૂપીચા ઉપાડી લેવાના બનાવો શોધી કાઢવા અલગ-અલગ ટીમો બનાવી CCTV ફુટેજ તેમજ ટેકનીકલ એનાલીસીસ દ્વારા ચોક્કસ દિશામાં તપાસ શરુ કરી હતી. અંકલેશ્વર શહેરમાં પિરામણનાકા નજીક આવેલ યુનીયન બેંકના ATM ખાતે ATM કાર્ડ બદલી રૂપીયા ઉપાડવાનો બનાવ આ દરમ્યાન સામે આવ્યો હતો. ગુનામાં સી.સી.ટીવી ફૂટેજમાં દેખાતી શંકાસ્પદ ઇસમ મહેસાણા જીલ્લા ખાતે હોય જેથી ટીમ રવાના કરવામાં આવી હતી. મહેસાણાના કડી નજીક સુરજ ગામેથી શંકાસ્પદ આરોપી શૈલેષ સલાટ મળી આવતા તેને ઝડપી પાડી તેની ઉંડાણ પૂર્વકની પુછપરછ કરવામાં આવતા તેણે ગુનાની કબૂલાત કરી હતી અને આજથી બે મહીના પહેલા અંકલેશ્વર ખાતે આવેલ યુનીયન બેંકના ATM સેન્ટરમાંથી એક બહેનનુ ATM કાર્ડ બદલી લઇ તે બહેનને અન્ય બીજા કોઇનું ATM કાર્ડ આપી આ બહેનના ટુકડે ટુકડે કુલ ૧,૩૬,૫૦૦ /- ઉપાડી લીધેલા. આ ઉપરાત તેઓ બન્ને આરોપી દ્વારા ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, સુરત, વડોદરા જીલ્લાઓમાં પણ આવી રીતે ૧૫ થી વધુ નાગરીકોના નાણા ઉપાડી લીધેલાની કબુલાત કરતા આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આ ગુનામાં અન્ય કોઇ આરોપી સંડોવાયેલ છે કે કેમ ? અને આ ગેંગ દ્વારા અન્ય કોઇ નાગરીકોને ભોગ બનાવેલ છે કે કેમ ? વગેરેની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેકટર અંકલેશ્વર શહેર “ એ ” ડીવીઝન પોલીસ સ્ટેશન નાઓ ચલાવી રહેલ છે. તેમજ વોન્ટેડ આરોપી નાગજી રબારી રહે. મહેસાણા તપાસ દરમિયાન જાણવા મળેલ છે. મોટર સાયકલ અને રોકડા તેમજ અન્ય ચીજવસ્તુઓ મળી કુલ રૂ 1 લાખ કરતા વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરેલ છે.