Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદનાં ચાંદખેડામાં સ્ટેટ મોનિટરીંગ સેલએ રેડ કરીને 18 જુગારીઓની કરાઇ ધરપકડ

Share

અમદાવાદમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર પોલીસની રેડ થઈ રહી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ પાડીને 18 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ચાર આરોપીઓ ફરાર થઈ જતાં વોન્ટેડ છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ચાંદખેડા ગામમાં વાડા તળાવના કાંઠા વિસ્તારમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળતાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન સેલ દ્વારા જુગાર રમતાં 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે તેમની સાથે રહેલા બીજા ચાર આરોપીઓ ફરાર થઈ જતાં તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે. આરોપીઓની તપાસ હાથ ધરીને SMC દ્વારા વધુ શોધખોળ શરૂ કરવામાં આવી છે. એસએમસીએ રેડ દરમિયાન 37 હજાર રૂપિયા રોકડા, 259 ના કોઈન, 9 નંગ મોબાઈલ, પાંચ વાહનો થઈ કુલ 2.41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયાનાં મુલદ ગામ નજીક હોટલ પર ચા નાસ્તો કરવા આવેલ ઇસમો અને વોચમેન વચ્ચે ઝઘડો : બંને પક્ષે વાત વણસતા સામસામે પોલીસ ફરિયાદ…

ProudOfGujarat

વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક ઇસમની અટકાયત કરતી વડોદરા એલ.સી.બી.

ProudOfGujarat

માંગરોળ પંથકમાં DGVCLનો મેગા સપાટો: ૪ ગામોમાંથી રૂ. ૩૦ લાખની વીજચોરી ઝડપાઈ : ૧૮ વાહનોના કાફલા સાથે ૧૭ ટીમો ત્રાટકી, ૮૮૩ વીજ કનેક્શનની તપાસ; ૩૩ સ્થળોએ વીજચોરીનો પર્દાફાશ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!