Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહેસાણા LCB એ ચિત્રોડીપુરા ગામે દારૂ ગાળવાનો વોશ ઝડપી પાડયો

Share

મહેસાણા જિલ્લામાં ઠેરઠેર દેશી દારૂના અડ્ડા પોલીસના નાક નીચે ધમધમી રહ્યા છે ત્યારે મહેસાણા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચિત્રોડીપુરા ગામે ચાલતા દેશી દારૂના અડ્ડા પર દરોડો પાડી 1000 લીટર દેશી દારૂ ગાળવાનો વોશ ઝડપી લીધો હતો.

મહેસાણા એલસીબી ટીમના સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી કે ચિત્રોડીપુરા ગામે ઠાકોર ભરતજી સુજાજી નામનો શખ્સ દેશી દારૂનો વ્યાપાર કરે છે.બાતમી આધારે મહેસાણા એલસીબી ટિમેં દરોડો પાડતા મારવાડી વિનોદ નામના શખ્સ ને ઝડપી જમીન માં દાટેલા પીપળા માંથી દારૂ ગાળવાનો 1000 લીટર વોશ ઝડપી પાડ્યો હતો.તેમજ દારૂ વેચનાર ઠાકોર ભરતજી મળી આવ્યો નહતો. એલસીબી ટીમે સ્થળ પરથી 1000 લીટર દારૂ ગાળવાનો વોશ મળી કુલ 2120 નો મુદ્દામાલ ઝડપી મહેસાણા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ આદરી છે.

Advertisement

Share

Related posts

NSUI ના પ્રમુખ યોગેશ પટેલે ભરૂચ જિલ્લાના વિદ્યાર્થી માટે અલગથી વેકશીનેશન સેન્ટર ઉભું કરવા બાબતે ભરૂચ કલેકટરને આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

ભરૂચમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવી મજાકનું સાધન બનાવતા આજરોજ દલિત સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરતાં અફરાતફરીનો માહોલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!