Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

મોટર બાઈકની ચોરીનો ભેદ ઉકેલતી અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ

Share

અંકલેશ્વર જી.આઈ.ડી.સી માં પાર્ક કરેલ બાઈકની ચોરીનો ભેદ ઉકેલી પોલીસે આરોપીને બાઈક સાથે ઝડપી.

અંકલેશ્વરના અંદાડાની કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા હિતેશભાઈ પરમાર પોતાની હોન્ડા મોટર સાઈકલ જી.આઈ.ડી.સી માં આવેલ આયર્ન એકસચેન્જ  કંપનીના ગેટ પાસે પાર્ક કરી હતી. ત્યાંથી બાઈક ચોરી થઇ જતા તેઓએ જી.આઈ.ડી.સી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

મોટર સાઈકલ ચોરીની ફરિયાદનો ભેદ ઉકેલાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ સારંગપુર નાં મારૂતીધામ – ૨ માં રહેતા રવિન્દ્રકુમાર યાદવને હેડ કોન્સ્ટેબલ સુકાભાઈ વસાવાએ ઝડપી પાડી તેની ચોરીની મોટર સાઈકલ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યાવાહી હાથ ધરી આરોપીની અન્ય ગુનાઓમાં સંડોવણી છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે

યોગી પટેલ


Share

Related posts

અંકલેશ્વર ખાતે મર્હુમ અહેમદભાઈ પટેલને દિગ્ગજ નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શરૂ થશે કેશુડા ટુર.

ProudOfGujarat

જામનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શિવ શોભાયાત્રાનું કરાયું સ્વાગત

ProudOfGujarat
error: Content is protected !!