Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિયેશન દ્વારા મહિલાઓ માટે પ્રથમ વખત ક્રિકેટ કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવશે

Share

ક્રિકેટમાં હાલમાં રમાયેલ (WPL) વુમન્સ IPL થી એ શક્ય બન્યું છે કે હવે મહિલાઓ પણ ધીમે ધીમે પુરુષોની સાથે ક્રિકેટમાં તાલ મિલાવી રહી છે હાલમાં જ BCCI દ્વારા જે મેન્સ ટીમને ક્રિકેટનુ મહેનતાણું આપવામાં આવે છે તે જ મહિલા ક્રિકેટરોને પણ આપવામાં આવી રહ્યું છે દિવસેને દિવસે મહિલામાં પણ ક્રિકેટ રમત પ્રત્યે રૂચિ વધી રહી છે જે સંદર્ભમાં ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિયેશન નડિયાદ દ્વારા આગામી તારીખ ૪ મે ૨૦૨૩ ના ગુરુવારથી મહિલાઓ માટે પ્રથમ વખત ક્રિકેટ કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. સદર ક્રિકેટ કેમ્પમાં BCCI માન્ય લેવલ 1 મહિલા કોચ દ્વારા ક્રિકેટની તાલીમ આપવામાં આવશે તો જે કોઈ મહિલાઓ (ફક્ત ૨૧ વર્ષથી નીચે ) કેમ્પમાં જોડાવા માગતી હોય તેઓએ એસોસિએશનની ઓફિસે રજીસ્ટ્રેશન કરાવી ક્રિકેટ કેમ્પમાં ભાગ લઈ શકશે.

બોયઝ અન્ડર ૧૪ સમર ક્રિકેટ કોચિંગ ૨૦૨૩ દર વર્ષની માફક આ વર્ષે પણ ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશન નડિયાદ દ્વારા બોયઝ અન્ડર ૧૪ સમર ક્રિકેટ કોચિંગ કેમ્પનું આયોજન તારીખ ૪ મે ૨૦૨૩ ના રોજ ગુરૂવારથી થવા જઈ રહ્યું છે કેમ્પમાં ૧/૦૯/૨૦૦૯ પછી જન્મેલા યુવાઓ ભાગ લઈ શકશે. યુવકોએ એસોસિયનની ઓફિસે ૪ મેં ૨૦૨૩ પહેલા રજીસ્ટ્રેશન કરાવી લેવું, સંપર્ક ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશન નડિયાદજે એન્ડ જે કોલેજ ઓફ સાયન્સ પાછળ જી એસ પટેલ સ્ટેડિયમ કોલેજ રોડ, નડિયાદ 387001 સંપર્ક સમય સવારે ૯ થી ૧૨ સાંજે ૪ થી ૭

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

નવસારી-દીકરા-વહુના નગ્ન ફોટા ઈન્ટરનેટ ઉપર મુકવાની ધમકી મળતા ફરિયાદ

ProudOfGujarat

ભરૂચ જીલ્લા સહિત અન્ય તાલુકાઓમાં કેટલો વરસાદ વરસ્યો જાણો ?

ProudOfGujarat

ગોધરા : સોમનાથ નગર વિસ્તારમાં આડેધડ ખોદકામને પગલે પાણીની પાઈપલાઇનો તૂટતા હાલાકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!