Proud of Gujarat
FeaturedGujaratINDIA

મરણનો ખોટો દાખલો બનાવનાર ભરૂચના ડોકટરની વડોદરા પોલીસે કરી ધરપકડ.

Share

ભરૂચનાં શાહ નર્સિંગ હોમના ડો. સુનિલ શાહની વડોદરાની ગોત્રી પોલીસે મરણનો ખોટો દાખલો આપવાના કેસમાં ધરપકડ કરી છે. વડોદરાના એસ.સી.આઈ.ઈન્ટરનેશનલ સિક્યુરીટી લિમિટેડના ડિરેક્ટર વિક્રાંત સુરેશભાઈ શુકલાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વિક્રાંત શુકલા સહિત તેમની માતા વર્ષાબેને આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા આ મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં ડો. સુનિલ પ્રફુલ્લચંદ્ર શાહ (રહે. શાહ નર્સિંગ હોમ, ભરૂચ) વિક્રાંતના કાકા વિજય શુકલાના કહેવા પર વિલાસપતિ નામનો વ્યક્તિ તેમની હોસ્પિટલમાં મૃત્યુ પામ્પા ન હોવા છતાં મરણ જાહેર કર્યા હોવાનું સામે આવ્યું છે. જેના આધારે વિજય શુકલાએ ભરૂચ નગર પાલિકામાંથી મરણ દાખલો કઢાવ્યો હતો. એટલું જ નહિ પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, માત્ર વિલાસપતિ જ નહિ પરંતુ, હીરારાણીનો પણ મરણનો દાખલો ખોટી રીતે કઢાવવામાં આવ્યો હતો. જેથી આ મામલે ખોટું મરણ સર્ટિફિકેટ બનાવનાર ભરૂચના ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

વડોદરાની જમનાબાઇ હોસ્પિટલમાં નેત્રહીન મહિલાને ડો. દેવિકા મોટવાણી એ સફળ ઈલાજ કર્યો.

ProudOfGujarat

ઝઘડિયાનાં ખરચી ગામે ઝઘડાની રીસ રાખી શેરડીનો પાક સળગાવ્યો.

ProudOfGujarat

સુરતના સિંગણપોર નજીક આવેલ તાની હોસ્પિટલના તબીબની બેદરકારીના પગલે પ્રસ્તુતાનું મોત થયું હોવાની ધટનામાં તબીબ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હોવાનું જાણવા મળ્યું છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!