Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : જન શિક્ષણ સંસ્થાન દ્વારા આસીસ્ટન્ટ ડ્રેસ મેકર તાલીમના તાલીમાર્થીઓને ડેક્કન ફાઈન કેમિકલ્સ લિમિટેડની સહાયથી સિલાઈ મશીન અર્પણ કરાયા.

Share

ગુજરાત સ્થાપના દિવસ અને રાષ્ટ્રીય શ્રમ દિવસ અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા આસીસ્ટન્ટ ડ્રેસ મેકર તાલીમના તાલિમાર્થીઓને ડેક્કન ફાઈન કેમિકલ્સ લિમિટેડની સહાયથી સિલાઈમશીન અર્પણ કરાયા હતા. સીએસઆર પ્રોગ્રામ હેઠળ ડેક્કન ફાઈન કેમીલ્સ લિમિટેડ દ્વારા ભરૂચની સુપ્રસિદ્ધ સ્કિલ ટ્રેનિંગ સંસ્થા જન શિક્ષણ સંસ્થાનના માધ્યમથી ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ માછી ખારવા સમાજની બહેનો માટે આસીસ્ટન્ટ ડ્રેસ મેકર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત તાલીમ કાર્યક્રમમાં ૪૦ બહેનોએ સંતોષકારક તાલીમ પૂર્ણ કરેલ છે. તમામ બેડેનોને ડેક્કન ફાઈન કેમીલ્સ લિમિટેડ દ્વારા કુલ શટલનાં પ્રોફેસનલ સીલાઈ મશીન વીનામૂલ્યે અર્પણ કરી બહેનોને સ્વરોજગારી પ્રાપ્ત કરવા માટે અનેરી તક પૂરી પાડી છે.

ગુજરાત સ્થાપના દિન તેમજ રાષ્ટ્રીય મજૂર દિવસ અંતર્ગત મહાનુભાવોના હસ્તે બહેનોને પ્રમાણપત્ર તેમજ સિલાઈ મશીન સાથેની કીટ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ શહેરના સામાજીક આગેવાન ઈન્દિરાબેન રાજ જન શિક્ષણ સંસ્થાનના નિયામક ઝ્યનુલ સૈયદ, ડેક્કન ફાઈન કેમીલ્સના વિપુલભાઈ રાણા તથા ડેક્કન વુમેન્સ ક્લબના સભ્ય બહેનો અને મિસ્ત્રી સમાજના આગેવાનો સુનીલભાઈ મિસ્ત્રી, મહેશભાઈ મિસ્ત્રી વગેરેનાઓ ઉપસ્થીત રહ્યા હતા અને બહેનોને પોતાની સ્વરોજગારી શરૂ કરવા માટે આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમના અંતે જન શિક્ષણ સંસ્થાનના લાઈવલી ફુડ કોઓર્ડીનેટર ક્રિષ્ણાબેન કઠોલિયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને સમુહમાં રાષ્ટ્રગાન ગાઈ સમાપન કર્યું હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર તેમજ જીઆઇડીસી એસ.ટી. ડેપોમાં ગંદકીના સામ્રાજ્યથી મુસાફરો પરેશાન.

ProudOfGujarat

અંકલેશ્વરના જુના દીવા ગામે વીજળીનો થાંભલો કામદાર ઉપર પડતા તેનું મોત નિપજયું હતું. બનાવને પગલે અંકલેશ્વર શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

રાજપીપળા : કેવડીયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને સરકારશ્રીની કોવીડ-૧૯ ની માર્ગદર્શિકા સાથે આજથી પ્રવાસીઓ માટે પુન: ખૂલ્લું મુકાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!