Proud of Gujarat
FeaturedGujaratINDIA

શ્રી પ્રભાત સહકારી જીન વાલિયાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં સંદીપ માંગરોલા સમર્થિત પેનલનો ભવ્ય વિજય

Share

શ્રી પ્રભાત સહકારી જીન વાલિયાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી મામલતદાર વાલિયા દ્વારા યોજાઈ હતી જેમાં ભારતીય જનતા પાર્ટીની પેનલનો કારમો પરાજ્ય થયો હતો, તેમજ સંદીપ માંગરોલા સમર્થિત ખેડૂત સહકાર પેનલના પ્રમુખ તરીકે ઉમેદવાર રાકેશ કુમાર કેસરીસિંહ સાયાણીયા તેમજ ઉપ પ્રમુખ તરીકે કૃષ્ણકુમાર અમરસિંહ મહિડા વિજેતા જાહેર થયા હતા.

સહકારી ક્ષેત્ર ખેડૂતો માટે ખુબજ આશાનું કિરણ છે અને આર્થિક ઉત્થાન માટેની જીવાદોરી સમાન સહકારી સંસ્થા ઓમાં રાજકીય પગ પેસારો ભાજપ દ્વારા કરવાના સપના ચકનાચૂર વાલિયા પ્રભાત જીનમાં થયા છે, તેના સંદીપ માંગરોલા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ખેડૂત સહકાર પેનલના બંને ઉમેદવારોને અગિયાર મત જયારે ભાજપની પેનલના ઉમેદવારોને નવ મત મળતા કારમાં પરાજ્ય થયો હતો, ભાજપ દ્વારા સત્તાનો દૂર ઉપયોગ કરીને ભરૂચ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના પ્રતિનિધિ તરીકે છેલ્લા દિવસે પ્રતિનિધિ મોકલતા વાતાવરણ તંગ થયું હતું, બંને પક્ષોની રજુઆતોને ધ્યાનમાં લઈ ચૂંટણી અધિકારી એ બેંકના પ્રતિનિધિને પેટા કાયદામાં જોગવાઈ ન હોવાના કારણે મતદાનથી દૂર રાખતા ભાજપનો ખેલ ઊંધો પડી ગયો હતો, તેવા આક્ષેપો સંદીપભાઈ માંગરોલા દ્વારા કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

દિલ્લી પોલીસે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં નિવાસ સ્થાને દરોડા પાડ્યા જેના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવામાં આવ્યું.

ProudOfGujarat

રાજ્ય સરકારના વર્ગ -૪ ના કર્મચારીઓને દિવાળી બોનસ આપવા અંગેનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો

ProudOfGujarat

ઝઘડિયા આદિવાસી મહાસંઘ દ્વારા કાયદાકીય અધિકારોના અમલ બાબતે આવેદન અપાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!