Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટના ખંડેરી સ્ટેડિયમની પાછળથી 30,600 કિલો ડ્રગ્સ ઝડપાયું

Share

ગુજરાતમાં ડ્ર્ગ્સના કાળા કારોબારનો ફરીવાર પર્દાફાશ થયો છે. રાજકોટના ખંડેરી સ્ટેડિયમની પાછળથી 214 કરોડની કિંમતનું 30.600 કિલો ડ્રગ્સ ઝડપાયું છે. પાકિસ્તાનથી આવેલા આ ડ્રગ્સનો જથ્થો દિલ્હીમાં ડિલિવર થવાનો હતો. ત્યાં ઓકોયો નામનો નાઈજિરિયન શખ્સ ડિલિવરી લેવાનો હતો. ગુજરાત એટીએસ, એનસીબી દિલ્હી તથા સુરત શહેર ક્રાઈમ બ્રાંચના સંયુક્ત ઓપરેશનમાં આ ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. જેમાં એક નાઈઝિરિયન શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સને કોર્ટમાં રજૂ કરતાં તેના 12 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યાં છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાત એટીએસના ડીઆઈજી દિપન ભદ્રનને એસીપી ક્રાઈમ બ્રાંચ સુરત ભાવેશ રોઝિયા તરફથી બાતમી મળી હતી કે, પાકિસ્તાનના કરાંચીના ડ્રગ્સ માફિયા હાજી અનવરે હેરોઈનનો માલ બોટ મારફતે ગુજરાતના દરિયા કિનારે ઉતાર્યો છે. આ જથ્થાને જાફર નામના ઈસમે રાજકોટથી જામનગર તરફ જવાના રોડ પર આવેલ ખંઢેરી પાસે કાચા રસ્તા પાસે સંતાડ્યો છે અને બબલુ નામનો માણસ તેને ગાડીમાં ભરીને કોઈ નાઈઝિરિયન વ્યક્તિને આપવાનો છે. ત્યાર બાદ ગુજરાત એટીએસ, સુરત ક્રાઈમ બ્રાંચ અને એનસીબી દિલ્હીની ટીમે દિલ્હીથી ઓકોયો નામના નાઈઝિરિયનને શોધી કાઢ્યો હતો. રાજકોટમાંથી 31 પ્લાસ્ટિકના પેકેટમાં 30.66 કિલો હેરોઈન જેની બજાર કિંમત 214.62 કરોડની થાય છે. જે જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન સ્વામી બાપાની ૪૦ મી પુણ્યતિથિએ મણિનગર અને ખેડામાં હરિભક્તો ઉમટશે

ProudOfGujarat

ભરૂચ જૂનીવાડી વિસ્તારમાં યુવક ને જીવતો સળગાવવા ના પ્રયાસ માં એક આરોપી ની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

ભરૂચ : આત્મીય ગ્રીન સ્કૂલ ઝાડેશ્વર ખાતે આજથી ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ શરૂ થતા વિદ્યાર્થીઓને બેન્ડબાજા સાથે આવકારવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!