Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ રીગલ એપાર્ટમેન્ટમાં આવેલ દુકાનમાંથી શંકાસ્પદ ઇલેક્ટ્રિક સામાન સાથે એક ઈસમની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ

Share

ભરૂચ જિલ્લામાં ગુનાખોરીને ડામવા અને ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ દ્વારા ઠેરઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે, ખાસ કરી શંકાસ્પદ લાગતી પ્રવૃતિઓ પર પોલીસની બાઝ નજર રહી છે.

અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે રીગલ એપાર્ટમેન્ટ ખાતે આવેલ નીચેની શર્ટરવાળી દુકાનના વેલ્ડિંગ મશીનનો શંકાસ્પદ મુદ્દામાલ સંતાડયો હોવાનું સામે આવ્યું હતું, જે બાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા ઇલેક્ટ્રિક વેલ્ડિંગ મશીન નંગ 16 કિંમત રૂપિયા 2,72000 ના મુદ્દામાલ સાથે હેમરાજ પ્રભુ લાલ પ્રજાપતિ રહે, કાપોદ્રા અંકલેશ્વર નાઓની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

વાંકલ : ચોખવાડાના નવનિર્મિત મેદાન ખાતે ડી.વાય.એસ.પી દ્વારા પોલીસ વિભાગને લગતી ભરતી માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : જન શિક્ષણ સંસ્થાન ખાતે વિશ્વયુવા કૌશલ દિવસની શાનદાર ઉજવણી કરાઈ.

ProudOfGujarat

૩૧મી ડિસેમ્બર અંતર્ગત શનિવારે મોડી રાત સુધી ઠેર-ઠેર વલસાડ જીલ્લા પોલીસે કર્યુ ચેકીંગઃ આજે અને આવતીકાલે પણ યથાવત રહેશે કામગીરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!