Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ ખાતે કલેક્ટર કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા રૂડસેટ એડવાઈઝરીની બેઠક યોજાઈ.

Share

જિલ્લા કલેક્ટર  કે. એલ બચાણીના અધ્યક્ષસ્થાને રૂડસેટ નડિયાદ ખાતે ડિસ્ટ્રિક્ટ લેવલની રૂડસેટી એડવાઈઝરી કમિટી (ડી.એલ.આર.એ.સી.) યોજાઈ હતી. આ બેઠક અંતર્ગત રૂડસેટ સંસ્થાની છેલ્લા ક્વાર્ટરની કામગીરી તથા પ્રગતિની સમીક્ષા, તાલીમ કાર્યક્રમો તથા તેના પરિણામો, તાલીમ બાદ તાલીમ તથા તેની સફળતા અંગેના સર્વેક્ષણો, નાબાર્ડ તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્પોન્સર થયેલ તાલીમો અને આગામી ક્વાર્ટરમાં યોજાનાર તાલીમ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

કલેકટર કે. એલ. બચાણીએ અગાઉ આપેલ સૂચનો જેવા કે ઓડિયો વિઝ્યુઅલ માધ્યમ થકી તાલીમ આપવી તથા તાલીમાર્થીઓને તાલીમ તથા આત્મનિર્ભરતા તરફ વધુ પ્રોત્સાહિત કરવા અંગેના સૂચનો અમલીકરણમાં મૂક્યા હોવાનું  અજય પાઠક, નિર્દેશક રૂડસેટ નડિયાદ દ્વારા જણાવવામાં આવ્યું હતું. રૂડસેટ દ્વારા અપાતી તાલીમોની ગુણવત્તા વધારવા માટે વધુ સર્વેક્ષણ કરવા તથા તાલીમાર્થીઓને જાતે ફોર્મ કેવી રીતે ભરવા જેવી રોજિંદા જીવનમાં ઉપયોગી થાય તેવી તાલીમો આપવા પણ કલેક્ટર દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું.  આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીશ્રી શિવાની ગોયલ અગ્રવાલ દ્વારા રૂડસેટ સંસ્થાના તમામ વિભાગોમાં મુલાકાત લેવામાં આવી હતી.

Advertisement

ઉલ્લેખનીય છે કે રૂડસેટ સંસ્થાએ અત્યાર સુધી ૬૨૬ તાલીમ દ્વારા ૨૦,૫૫૮ ગ્રામીણ યુવા-યુવતીઓને તાલીમ આપી છે. જેનો સેટલમેન્ટ રેટ ૮૪.૪૬% છે. જે અંતર્ગત એપ્રિલ ૨૦૨૨ થી માર્ચ ૨૦૨૩ સુધી ૩૧ તાલીમો દ્વારા ૮૧૫ યુવાઓને તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સંસ્થા દ્વારા ૧૦૩ એન્ટરપ્રિન્યોરશિપ અવેરનેસ પ્રોગ્રામ દ્વારા ૨૮૦૩ યુવાઓને સ્વરોજગાર તરફ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. સાથે ફોલો-અપ વિઝીટ, રૂડસેટી બજાર, વિશ્વ મહિલા દિવસ નિમિત્તે બ્યુટી પાર્લર મેનેજમેન્ટ તથા પશુ મિત્ર બેચને તાલીમ તથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિશેષ તાલીમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી  શિવાની ગોયલ અગ્રવાલ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અધિકારી, નાયબ માહિતી નિયામક તથા કેનેરા બેંકના અધિકારીઓ હાજર રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અમદાવાદ : તથ્યકાંડ બાદ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં, મહિના સુધી સ્પેશિયલ ડ્રાઇવ, સ્ટંટબાજોના માતા-પિતા સામે પણ થશે કાર્યવાહી

ProudOfGujarat

શહેરા પંથકમા ‘ કમાઉ દિકરો’ ગણાતા મહુડાના વૃક્ષો ઉપર લાગતા ફુલો બન્યા આજીવિકાનુ સાધન

ProudOfGujarat

ભરૂચ : પેટ્રોલીંગ દરમ્યાન ટેમ્પામાં શંકાસ્પદ સામાન સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી હાંસોટ પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!