Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાના બોરિદ્રા પાસે ટાઇલ્સ ભરેલ ટ્રક ભેખડમાં અથડાતાં ચાલકનું મોત

Share

નાંદોદ તાલુકાના બોરીદ્રા પાસે ટાઇલ્સ ભરેલ ટ્રક ભેખડમાં ધડાકાભેર અથડાતા ટ્રકનો ભૂકો વળી ગયો હતો ઉપરાંત ટ્રક ચાલકનું મોત નીપજ્યું છે.

પોલીસ ચોપડે નોંધાયેલ ફરિયાદ ટાઇલ્સ ભરીને ટ્રક MH 18 BA 4566 ચાલક શરદ રામદાસ બોઢરે રહે. પીપલગાવ જી. જલગાવ મોરબી થી ટાઇલ્સનો માલ ભરીને મહારાષ્ટ્રના ગોંડિયા જઈ રહ્યા હતા તે દરમિયાન ખામર પાસે બોરીદ્રા ઢાળવાળા વળાંક પાસે ચાલકે પૂર ઝડપે ગફલતભરી રીતે ગાડી હંકાળતા રાત્રિના સમયે રસ્તાની બાજુમાં ભેખડ સાથે ટ્રક અથડાતા ટ્રકનો ભૂકો વળી ગયો હતો ઉપરાંત ટ્રક ચાલકનું ટાઇલ્સ નીચે દબાઈ જતા મોત નીપજ્યું છે. આ બાબતે ટ્રાન્સપોર્ટના માલિક કમલેશ કાંતિલાલ જૈન દ્વારા આમલેથા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઉપરાંત મરણ જનાર ડ્રાઇવરના મૃતદેહને રાજપીપળા જુના સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ જવામાં આવ્યો હતો આમલેથા પોલીસે ફરિયાદ દાખલ કરી ઘટના સ્થળે પોહચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ભારતીય વાયુસેના ઇન્ડક્શન પબ્લિસિટી દ્વારા વડોદરા પારુલ યુનિવર્સિટી ખાતે અભિયાન હાથ ધરાયું.

ProudOfGujarat

ઉનાળાની કાળ જાળ ગરમીના પ્રારંભે ઠેર ઠેર પરબનું નિર્માણ કરવા કોંગ્રેસે આવેદનપત્ર પાઠવ્યું

ProudOfGujarat

ભરૂચ-પારસીબંધુઓએ કરી નવા વર્ષની ઉજવણી-એક બીજાને નવરોઝ મુબારક પાઠવી પર્વની હર્ષોઉલાસ સાથે ઉજવણી કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!