Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગની બાજુમાં આવેલા સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા અફરાતફરી

Share

પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના સાંસરોદ ગામ પાસેથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ ની બાજુમાં આવેલા એક સર્વિસ સ્ટેશન કમ ગેરેજમાં ગત રાત્રીના આગ ભભુકી ઉઠતા અફરાતફરી સાથે ભારે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર એમ. એચ. કાર વોશ સર્વિસ સ્ટેશન કમ ગેરેજમાં આગ ભભુકી ઉઠી હતી.

આગના પગલે કાળા ધુમાડાના ગોટેગોટા ઊંચે આકાશ તરફ જતા નજરે પડ્યા હતા. ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગને કરાતા તાત્કાલિક ધોરણે કરજણ ફાયર બ્રિગેડના કર્મીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટના સ્થળે લોકટોળા પણ એકત્ર થયા હતા. લાગેલી આગમાં કેટલું નુકસાન થયું તે જાણવા મળ્યું નથી. સદનસીબે જાનહાની ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં આચારસંહિતાની અમલીકરણની શરૂઆત.

ProudOfGujarat

સાર્વજનિક માધ્યમિક શાળા ભમાડીયામાં યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ભરૂચ નર્મદા જિલ્લાના રાજકારણમાં વધુ એક નવો રાજકીય વળાંક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!