Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના બસ સ્ટેન્ડમાં ખાડા પડી જવાથી મુસાફરોને હાલાકી

Share

નડિયાદમાં સામન્ય વરસાદમાં જ બસ સ્ટેન્ડમાં પાણી ભરાતુ જોવા મળી રહ્યું છે. આજે પડેલા વરસાદને લઈ નડિયાદના બસ સ્ટેન્ડમાં પાણી ભરાઈ હતા. ખાસ કરીને ખાડા પડી જવાથી પાણી ભરાતા મુસાફરોની કફોડી હાલત બની છે.મસ મોટા મોટા ખાડા મુસાફરો માટે માથાના દુખાવા સમાન બની ગયા છે.

નડિયાદના બસ સ્ટેન્ડની હાલત સુધારવા માટે અવાર નવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ મુસાફરની રજૂઆતોને ધ્યાનમાં લેવામાં આવતી ન હોવાનુ મુસાફરો જણાવી રહ્યા છે.  બસ‌ સ્ટેન્ડમા રોડ, રસ્તાનુ ચોમાસા પહેલા જ નિરિક્ષણ કરી યોગ્ય જગ્યાએ ડામર પાથર્યો હોય તો રોડ વધુ ન તૂટત પરંતુ બસ સ્ટેન્ડના આંખ આડા કાન કરતાં હવે ખાડાઓ વધ્યા છે. અને બસમાં સવાર મુસાફરો તેમજ ચાલતા આવતાં જતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. એસ ટી તંત્ર નડિયાદના બસ સ્ટેન્ડની હાલત સુધારે અને આવા ખાડાઓને ડામરથી પુરે તેવી માંગ ઉઠી છે.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વોરા ગામમાંથી એક દીપડો પાંજરે પુરાયો,દિપડાને જોવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળાને તોડા ઉમટી પડ્યા.

ProudOfGujarat

વિદેશી દારૂ ભરેલ ટેમ્પો ઝડપાયો જાણો ક્યાં અને કેવી રીતે?

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામાં પુર્ણ ખીલેલા ચદ્રમા સાઇની પ્રતિમા દેખાતા લોકોમા કુતુહલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!