મુસ્લિમ સમાજમાં ઈસ્લામિક માસના અંતિમ મહિનો એટલે કે ઝિલ હજજાનું અનેરું મહત્વ છે. આ માસમાં દુનિયાભરના મુસ્લિમ બિરાદરો મક્કા શરિફ હજ અદા કરવા માટે જતાં હોય છે, જ્યારે 10 માં ચાંદ એટલે કે, દસમા દિવસે ઈદુલ અઝહાની ઉજવણી પોતાની પ્રિય પાલવેલ જાનવરની કુરબાની આપી કરવામાં આવે છે.
ઈદના દિવસે ઈદુલ અઝહાની નમાજ એટલે કે, મસ્જિદમાં કે ઈદગાહમાં જઈને ખુત્બા સાંભળી નમાજ અદા કરી એકબીજાને શુભેચ્છા આપી હર્ષોલ્લાસ સાથે મુસ્લિમ સમાજના લોકો તહેવારની ઉજવણી કરતાં હોય છે. સતત ત્રણ દિવસ સુધી ઉજવાતા ઈદના તહેવારની આમોદના નગરજનોએ નમાજ પઢીને ઉજવણી કરી હતી. શાંતિપૂર્ણ માહોલમાં સૌ મુસ્લિમ ભાઈઓએ ઈદની નમાજ પઢી હતી. આ દરમિયાન તહેવાર કોમી એખલાસના વાતાવરણમાં ઉજવાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે પોલીસનો સવારથી બંદોબસ્ત જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં મુસ્લિમજનો ઉત્સાહભેર મસ્જિદોમાં નમાજ માટે ઉમટી પડ્યા હતા અને ખુદાની બંદગી માટે નમાજ અદા કરી દુઆઓ ગુજારવામાં આવી હતી.
આમોદ ખાતે મુસ્લિમ બિરાદરોએ નમાજ પઢી ઈદની ઉજવણી કરી
Advertisement