Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની નારાયણ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે ૧૬ જુલાઇ એ નિ:શુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાશે.

Share

આગામી તા ૧૬ જુલાઇને રવિવારના રોજ જૈન સોશ્યલ ગૃપ ભરૂચ, સંગીની ફોરમ ભરૂચ અને જૈન સોશ્યલ ગૃપ ભરુચ વેલફેર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ભરુચ શહેરની જરુરિયાતમંદ જનતાના લાભાર્થે ઝાડેશ્વર રોડ વિસ્તારમાં આવેલી નારાયણ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે નિશુલ્ક (મફત) મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત હ્રદય રોગ, બીપી, ડાયાબિટીસ, શ્વસન રોગ, સ્ત્રી રોગ, નેત્ર રોગ, દાંતના રોગ, હાડકાંના રોગ વગેરેના નિષ્ણાત ડોક્ટર્સ દ્વારા મફત ચકાસણી કરવામાં આવશે તથા નિદાન કર્યા બાદ જે તે રોગોની મફત દવા પણ આપવામાં આવશે.તદુપરાંત જરુર જણાશે તો મફત અથવા તદ્દન રાહત દરે ઓપરેશન પણ કરી આપવામાં આવશે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લા વહીવટીતંત્રની સંવેદનશીલ પહેલ પાનમ ડેમનાં કેચમેન્ટ એરિયામાં આવેલા સીમલેટ બેટ પર વિનામૂલ્યે અનાજ વિતરણ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ભરૂચના મહેગામ ખાતે શ્રી હરિબાવા સેવક સંઘ ગુજરાત દ્વારા સામૂહિક નૈવેદ્યનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અમિત ભાટિયાની ડેબ્યૂ ફિલ્મનું સસ્પેન્સ આખરે પૂરું થયું, અનુપમ ખેર અને ગુરુ રંધાવાએ શેર કરી તસવીર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!