Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીના ઉંટડી ગામના રોડ પર વરસાદી પાણી ભરાતાં ગ્રામજનોને હાલાકી

Share

લીંબડી તાલુકાના ઉઁટડી ગામના રોડ પર વરસાદી પાણી ભરાઈ રહેતા ગ્રામજનો પરેશાન થઈ ગયા છે. વરસાદી પાણીને કારણે રોડ પર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. અમુક લોકોએ વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલી ગટર તોડી, માટીનો પાળો નાખી દીધો છે. જેના કારણે પાણીનો નિકાલ થઈ શકતો નથી. કાદવ, કીચડમાં ચાલીને બાળકો શાળામાં જવા મજબૂર બની ગયા છે.

લીંબડી તાલુકાના પાણશીણા, હડાળા અને ભાલકાંઠાના ગામોમાં જવા માટેનું પ્રવેશદ્વાર ઉંટડી ગામના બિસ્માર રોડ પર વરસાદી પાણી ભરાઈ રહેતા ગ્રામજનો અને વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. વરસાદી પાણીને કારણે રોડ પર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. અમુક લોકોએ વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલી ગટર તોડી, માટીનો પાળો નાખી દીધો છે. જેના કારણે પાણીનો નિકાલ થઈ શકતો નથી. કાદવ, કીચડમાં ચાલીને બાળકો શાળામાં જવા મજબૂર બની ગયા છે. રોડ ઉપર ગંદુ પાણી ભરાઈ રહેતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અંગે ઉંટડી ગામના સરપંચના પતિ સંજયભાઈ કમેજળીયાએ જણાવ્યું હતું કે અમુક માથાભારે લોકોએ ગટરના ભૂંગળા તોડી માટીનો પાળો નાખી વરસાદી પાણીને રોડ પરથી જવાનો માર્ગ બંધ કરી દીધો છે. સમસ્યા અંગે મેં ઉપર જાણ કરી દીધી છે. ટૂંક સમયમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ઊભી થઈ જશે તેવો આશાવાદ છે.

Advertisement

Share

Related posts

વલસાડ સ્ટેશને યાત્રીની બેગ ટ્રેનમાં રહી ગઇ, આરપીએફે પરત કરી

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના જાંબોઇ ગામે ઉપ સરપંચની ચુંટણી બાદ બંને પેનલના લોકો વચ્ચે ઝઘડો.

ProudOfGujarat

વડોદરા: તાંદળલજા વિસ્તારમાં યુવકની હત્યા નો મામલો ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીની કરી ધરપકડ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!