Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા નંદેલાવ ગામ ખાતે વૃક્ષારોપણ કરાયું

Share

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ, નંદેલાવ ગ્રામ પંચાયત અને ભરૂચ વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન નંદેલાવ ગામ ખાતે કરવામાં આવ્યું હતું.

ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સક્રિય સભ્ય અને નંદેલાવ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ પ્રકાશભાઈ મેકવાન અને પી.આર.ઓ. જગદીશ સેડાલાના પ્રયાસથી પર્યાવરણ જાળવણીના હેતુથી ભરૂચ તાલુકાના નંદેલાવ ગ્રામ પંચાયત પાસેના આવેલ તળાવ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.

વૃક્ષારોપણ કાર્યક્રમમાં નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, ઉપસરપંચ પ્રકાશભાઇ મેકવાન, તાલુકા પંચાયત સભ્ય ભૂમિકા બેન,પૂર્વ તાલુકા પંચાયત સભ્ય ઇન્દ્રજીત વાંછની, પૂર્વ સરપંચ રતિલાલ ભાઈ ચૌહાણ, રહાડપોરના આગેવાન ફરીદ પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો, ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ જયશીલભાઈ પટેલ, અન્ય હોદ્દેદારો-સભ્યો સામાજિક આગેવાનો વન વિભાગના અધિકારી ગોહિલ, વન વિભાગ કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહી ગામ તળાવની પાળે વૃક્ષારોપણ કરી તેની જાળવણી માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : અશાંત ધારાના અસરકારક અમલીકરણની માંગ સાથે મંદિરમાં મહાઆરતી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ નજીક ન્યાયમંદિર ચોકડી પાસે લક્ઝરી બસ પલટી ખાતાં ૧૫ મુસાફરોને ઇજા થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા…..

ProudOfGujarat

ભરૂચ નેશનલ હાઈવે પર માચ પાટિયા પાસે માનવીની કચડાયેલી લાશ મળી : અજાણ્યા વાહને રાહદારીને અડફેટે લીધા બાદ ફરાર; નબીપુર પોલીસે ગુનો નોંધી મૃતકની ઓળખ મેળવવાની કવાયત હાથ ધરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!