Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં દર્દીના ભોજનમાંથી ગરોળી નીકળી, 3 દર્દીઓને ઝાડા ઉલટી

Share

અમદાવાદમાં જાહેર રોડ પર ગંદકી કરનારા, પાનના ગલ્લા, ચાની કિટલીઓ પર પ્રતિબંધિત પેપરકપ તેમજ પ્લાસ્ટિક વાપરનારા દુકાનદારો વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે AMC ની હોસ્પિટલોમાં પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. આ હોસ્પિટલો ભલે નવી નકોર બનાવીને દર્દીઓને સેવાઓ પુરી પાડવાની ગુલબાંગો ફૂંકવામાં આવતી હોય પરંતુ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર બેદરકારી દાખવવામાં આવે છે. શહેરની શારદાબેન હોસ્પિટલમાં એક દર્દીના ભોજનની થાળીમાંથી ગરોળી નીકળતાં ફફડાટ ફેલાયો છે. આવું ભોજન જમેલા ત્રણ દર્દીઓને ઝાડા ઉલ્ટી થયા હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં દર્દીઓને ભોજન આપવામાં આવે છે. આ ભોજન શહેરના રિવરફ્રન્ટ પર કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલી SVP હોસ્પિટલમાંથી લાવવામાં આવે છે. ત્યારે શારદાબેન હોસ્પિટલમાં દર્દીના ભોજનમાં બેદરકારી સામે આવી છે. દર્દીના ભોજનની થાળીમાં પીરસવામાં આવેલી મગની દાળમાં મરેલી ગરોળી નીકળતાં દર્દીઓ અને તેમના સગાંઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ પ્રકારનું ભોજન જમેલા ત્રણ દર્દીઓને ઝાડા અને ઉલ્ટીની અસર થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. આ પ્રકારની બેદરકારીથી તંત્ર દ્વારા દર્દીઓના જીવન સાથે ચેડાં કરાયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

Advertisement

Share

Related posts

શ્રાવણીયો જુગાર રમતા 6 ઇસમોને ઝડપી પાડતી નડિયાદ એલ.સી.બી.

ProudOfGujarat

અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે આજરોજ તાલુકા સ્વાગત પ્રોગ્રામ મામલતદાર કચેરી ખાતે રાખવામાં આવ્યો હતો…

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં મોરવા (હ) મામલતદાર કચેરી દ્વારા ૫૦૦ થી વધુ લાભાર્થીઓને ઘરે બેઠા લાભ અપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!