Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ બીજા દિવસે પણ ₹1.33 લાખના ઇ-સિગરેટના જથ્થા સાથે બે ઝબ્બે

Share

SOG ની  ઇ-સિગરેટના વેચાણકારો પર તવાઈ
ભરૂચ.
ભરૂચ સ્પેેશિયલ  ઓપરેશન ગ્રુપ દ્વારા બે દિવસમાં બે સ્થળેથી 1.33 લાખની કિંમતનો ઇ-સિગરેટનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં બે આરોપી ઝડપાયાં હતાં. જ્યારે બે જણાને વોન્ટેડ જાહેર કરાયાં હતાં. ભરૂચ એ ડિવિઝન તેમજ નબીપુર પોલીસ સ્ટેશનમાં બન્ને ગુનાઓની ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની તપાસ શરૂ કરી તેેમને ઇ-સિગરેટનો જથ્થો આપનારા બે વોન્ટેડ આરોપીના સગડ મેળવવાના ચક્રો ગતિમાન કર્યાં છે.
ભરૂચ એસપીની સુચનાથી શહેર જિલ્લામાં ગેરકાયદે વેચાણ કરાતાં ઇ- સિગરેટનું વેચાણ કરનારાઓ સામે કાર્યવાહી કરવા સુચના આપી છે. જેના પગલે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે સતત બે દિવસમાં પ્રતિબંધિત ઇ-સિગરેટ વેંચતા દુકાનદારો પર દરોડો પાડ્યો હતો. ભરૂચ સીટી સેન્ટરમાં ક્રેજી બાઇટ નામની દુકાનમાં રૈયાન પટેલને ઇ-સિગારેટના જથ્થા સાથે ઝડપી લેવાયો હતો. SOG દ્વારા સીતપોણ ગામ ટંકારીયા રોડ ખાતે રહેતા અને દુકાન ચલાવતા ઈમરાન આદમ પટેલના ઘરે પણ રેઇડ કરાઈ હતી. બન્ને આરોપીની દુકાનમાંથી 57 ઇ-સિગારેટ તથા ફ્લેવર મળી રૂપિયા 1.33 લાખનો જથ્થો જપ્ત કરાયો હતો. આ જથ્થો આપનાર અબરાર પટેલ અને મુંબઈના ઉસ્માનને વોન્ટેડ જાહેર કરાયા હતા.ભરૂચ એ ડિવિઝન તેમજ નબીપુર પોલીસ સ્ટેશનમાં બન્ને ગુનાઓની ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની તપાસ શરૂ કરી તેેમને ઇ-સિગરેટનો જથ્થો આપનારા બે વોન્ટેડ આરોપીના સગડ મેળવવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

Share

Related posts

અંકલેશ્વર : આજે શીતળા સાતમ : મહિલાઓએ શીતળા માતાનું પૂજન અર્ચન કરી પરિવારનું સ્વાસ્થ્ય સારું રહે તે માટેની કામના કરી.

ProudOfGujarat

વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં ભારતને મળ્યુ 9 મું સ્થાન, એરપોર્ટ કાઉન્સિંલ ઈન્ટરનેશનલે જાહેર કર્યું રેન્કિંગ

ProudOfGujarat

सुपरस्टार टाइगर श्रॉफ ने कॉमिक बुक के रचनाकारों को किया प्रेरित!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!