Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે ભરૂચ સહિત 6 હજાર સેન્ટરો પર મેગા રક્તદાન શિબિર

Share

પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય – અનુભૂતિધામ ખાતે આયોજન કરાયું
ભરૂચ.
ભરૂચના નીલકંઠેશ્વર વિસ્તારમાં આવેલા પ્રજાપિતા બ્રહ્માકુમારી આશ્રમમાં વિશ્વ બંધુત્વ દિવસના અવસરે તથા પ્રશિક્ષિકા રાજયોગીની દાદી પ્રકાશમણીજીની 18મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ અભિયાન માત્ર ભરૂચ પૂરતું સીમિત નહોતું, પરંતુ ભારત અને નેપાળ સહિત કુલ 6 હજારથી વધુ સેન્ટરો પર એકસાથે આ રક્તદાન અભિયાન હાથ ધરાયું, જેને કારણે સમગ્ર વિશ્વમાં માનવ સેવા અને પરોપકારનો સંદેશ ફેલાયો.
નર્મદાના કિનારે આવેલા પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય – અનુભૂતિધામ ખાતે યોજાયેલી આ રક્તદાન શિબિરમાં ભરૂચની અનેક સંસ્થાઓ જેમ કે રોટરી ક્લબ, યોગા સંસ્થા અને અન્ય સેવાભાવી સંગઠનોએ સક્રિય ભાગ લીધો. માત્ર ભરૂચ સેન્ટરમાં જ આશરે 100 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સેવાભાવી લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું.ભારત દેશમાં દર વર્ષે અંદાજે 12,000 થી વધુ દર્દીઓને રક્તની અછતને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેવા સમયે રક્તદાનને “મહાદાન” કહેવામાં આવે છે કારણ કે તે જીવ બચાવવાનો એક પવિત્ર કાર્ય છે. શિબિર દરમિયાન ફૂલ નહિ ને ફૂલની પાંખડી સમાન રક્તદાન કરીને જીવ બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો .સાથે સાથે આયોજકો દ્વારા રક્તદાનના ફાયદા અને આરોગ્ય સંબંધિત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. અંતે આશ્રમના પ્રતિનિધિઓએ તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરી વધુને વધુ લોકો રક્તદાન માટે આગળ આવે તેવી અપીલ કરી.આવા મહા અભિયાનો માત્ર માનવતાની સેવા જ નથી કરતા, પરંતુ સમાજમાં ભાઈચારો, એકતા અને સહાનુભૂતિની ભાવના મજબૂત બનાવે છે.

Share

Related posts

સુરતમાં ખાણ ખનીજ વિભાગના અધિકારી ₹2, લાખ ની લાંચ લેતા ઝડપાતા તાત્કાલિક અસરથી નોકરી પરથી છૂટા કરાયા

ProudOfGujarat

સુરત મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજરોજ ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે એલ.એચ.રોડ પર આવેલા ચાર જોગણી માતાના મંદિરનું ડીમોલેશન કર્યું હતું.

ProudOfGujarat

નડિયાદના ઉત્તરસંડા રેલવે સ્ટેશન પર ગુડસ ટ્રેનના વેગનમાં આગ લાગતાં અફરાતફરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!