Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં મોહરમ પર્વ નિમિત્તે તાજિયા જુલુસ નીકળ્યું

Share

અંકલેશ્વરમાં વરસાદી માહોલ વચ્ચે તાજીયા જુલુસ નીકળ્યું હતું. વવિધ સ્થળના તાજીયા જુલુસ નિહાળવા મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે તાજીયા જુલુસ મોડી રાતે સંપન્ન થયા હતા.

અંકલેશ્વરમાં માતમ પર્વ મોહરમ નિમિત્તે મુસ્લિમ બિરાદરોએ વિવિધ મસ્જિદોમાં આશુરાની નમાજ અદા કરી હતી સાથે મુસ્લિમ બિરાદરોએ આજે રોજા રાખ્યા હતા. અંકલેશ્વરના હજરત હાલીમશાહ દાતાર ભંડારી, કસ્બાતીવાડ, મુલ્લાવાડ, કાગદીવાડ, સેલારવાડ, તાડ ફળિયા, કસાઈવાડ, ભાટવાડ, ગરાસિયાવાડ, પિથાફળિયા, સર્વોદયનગર, દાતારનગર, અંસારમાર્કેટ 1,2, સહિતના વિસ્તારોમાં કલાત્મક તાજિયાએ ભારે આકર્ષણ જમાવ્યુ હતું. મહોરમ પર્વ નિમિત્તે તાજીયાના રૃટ ઉપર મુસ્લિમ સમાજ દ્વારા ખાસ કરીને ઠંડા પીણા તેમજ દૂધ કોલ્ડ્રીંક સહિતની ખાણીપીણી વસ્તુઓને નિયાજ સ્વરૂપે લોકોને વિતરણ કરવામાં આવી હતી. અનેક વિસ્તારોમાં હિન્દુ મુસ્લિમ બિરાદરોએ તાજીયાને આવકાર્યા હતા. શહેરી વિસ્તારમાંથી 19 થી વધુ તાજિયા જુલુસ જયારે કે નેશનલ હાઇવે પર આવેલ અંસાર માર્કેટમાંથી બે અને અનમોલ પાર્કમાંથી ૧ એમ કુલ ૧૯ જુલુસ શનિવારના રોજ બપોરે નીકળ્યા હતા. જે અંકલેશ્વરના વિવિધ વિસ્તારમાં અને મુખ્ય માર્ગો પર ફર્યા હતા. મોડી રાતે નગરપાલિકા પાસે તાજિયાને ઠંડા કરાયા હતા. અને નર્મદા નદી કાંઠે તાજીયાની કલાકૃતિઓનું વિસર્જન કરાયું હતું. કોમી એખલાસભર્યા માહોલમાં વરસાદની મહેર વચ્ચે તાજિયા જુલુસ નીકળી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. તાજીયાનો તહેવાર હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

રાજસ્થાનના ધારાસભ્ય ગોવિંદરામએ બ્રાહ્મણો વિશે ટિપ્પણી કરતા સુરત શહેરના શ્રી રાષ્ટ્રિય બ્રાહ્મણ પરશુરામ સેના દ્વારા ધારાસભ્ય વિરુદ્ધ જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી.

ProudOfGujarat

અંકલેશ્વરનાં આંબોલી-બોઈદ્રા રોડ ઉપર સૂતેલા કામદાર ઉપર ટ્રક ફરી વળતાં મોત નીપજયું.

ProudOfGujarat

ભરૂચની મુલદ ચોકડી પાસેનાં ટોલ પ્લાઝા નજીક દ્વિચક્રી વાહનો માટે અલાયદો રસ્તો કરવા માટેની લેખિત અરજી જિલ્લા કલેકટરને કરવામાં આવી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!