Proud of Gujarat
FeaturedGujaratINDIA

કેરળનું નામ બદલાશે, વિધાનસભામાંથી પાસ થયો પ્રસ્તાવ, આ હશે નવું નામ

Share

કેરળનું નામ બદલવાનું છે. કેરળનું સત્તાવાર નામ બદલીને કેરલમ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. પિનરાઈ વિજયન સરકારે વિધાનસભામાં નામ બદલવાનો ઠરાવ પસાર કરી દીધો છે. તેમણે કેન્દ્ર સરકારને કેરળ રાજ્યનું નામ બદલીને કેરલમ કરવાની અપીલ કરી છે. તમામ ભાષાઓમાં કેરળનું નામ હવે કેરલમ જ હોય.

સીએમ પિનરાઈ વિજયને અપીલ કરી છે કે બંધારણની આઠમી અનુસૂચિમાં પણ કેરળનું નામ બદલીને કેરલમ કરી દેવામાં આવે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે મલયાલમમાં રાજ્યનું નામ ‘કેરલમ’ જ છે. તેને અન્ય ભાષાઓમાં કેરળ કહેવામાં આવે છે.

Advertisement

મુખ્યમંત્રી પિનરાઈ વિજયને અપીલ કરી છે કે કેન્દ્ર સરકારે રાજ્યનું નામ બદલવાના પ્રસ્તાવ પર વહેલી તકે મહોર મારી દે. કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષ યુડીએફ (યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ) દ્વારા પણ આ પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

બંધારણ મુજબ, સંસદ દ્વારા સામાન્ય બહુમતી સાથે રાજ્યનું નામ બદલી શકાય છે. જોકે રાષ્ટ્રપતિની ભલામણ પર આ માટે બિલ રજૂ કરવું પડશે. બિલ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિ તેને સંબંધિત રાજ્યની વિધાનસભામાં મોકલે છે. એસેમ્બલી તેને નિર્ધારિત સમયની અંદર મહોર લગાવે છે. જોકે, રાજ્ય વિધાનસભાનો અભિપ્રાય રાષ્ટ્રપતિ કે સંસદને બંધનકર્તા હોતો નથી.


Share

Related posts

છોટાઉદેપુર રાજ્યમાં ચાલી રહેલા પ્રાથમિક શિક્ષકોની માંગ સામેની લડત માટે શિક્ષકોનાં હિત માટે આક્રમક રીતે લડત આપીશું તેવો હુંકાર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ રમણભાઈ રાઠવા ભર્યો છે.

ProudOfGujarat

ભુજના મીરઝાપરમાં સિંગલ પેરેન્ટ્સ આશ્રમ ખાતે સૃષ્ટિ  વિરુદ્ધ કામ થયા હોવાના આક્ષેપ સાથે હોબાળો….

ProudOfGujarat

હાંસોટ ખાતે NCT ની પાઈપલાઈનમાં ભંગાણ થવાથી પર્યાવરણ અને ખેતીની જમીનોને થયેલ નુકસાન બાબતે સામાજિક સંસ્થા દ્વારા કલેકટરને આવેદન અપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!