Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લાના રાજ્યસભા ના સાંસદ એહમદભાઈ પટેલની રાષ્ટ્રીય કોંગ્રેસ સમીતીમાં ખજાનચી તરીકે નિમણુંક થતા સર્વત્ર આનંદ અને ઉલ્લાસની લહેર

Share

(દિનેશ અડવાણી)

પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પિત કરી દેનાર કર્મઠ એવા રાજ્યસભા સાંસદ એહમદભાઈ પટેલની વરણી તાજેતરમાં રાષ્ટ્રીય કોંગ્રેસ સમીતીના ખજાનચી પદે કરવામાં આવતા સર્વત્ર આનંદની લાગણી ફેલાઈ ગઈ છે રાષ્ટ્રીય હિત કાજે સમગ્ર જીવન દરમ્યાન કાર્ય કરનાર તે સાથે રાષ્ટ્રીય કોંગ્રેસમાં નોંધપાત્ર યોગદાન આપનાર એહમદભાઈ પટેલ સદેવ સૌને માટે કાર્યકરતા રહ્યા છે તેઓએ ભરૂચ જીલ્લાની ઔધૌગિક ક્રાંતી અને માળખાગત સુવિધા અંગે શિલ્પી સમાન કાર્ય કર્યું હોવાની સમગ્ર ભરૂચ જીલ્લા અને અન્ય વિસ્તારોમાં પણ આનંદ અને ઉમંગની લાગણી છવાઈ ગઈ છે.
સમગ્ર જીવન દરમ્યાન એહમદભાઈ પટેલે કોંગ્રસ પક્ષ ને લોકપ્રિય અને સિધ્ધાંત પૂર્ણ પક્ષ બનાવવામાં સિહ ફાળો આપ્યો છે. તેમના સમર્પણ અને ત્યાગ અંગેના ઘણા ઉદાહરણો ગણાવી શકાય જેમ કે સ્વર્ગીય વડાપ્રધાન ઈન્દીરા ગાંધી જ્યારે લોકસભાનું ઈલેક્શન હારી ગયા હતા ત્યારે તેમણે પોતાની ભરૂચ બેઠક ખાલી કરી આપવા તૈયારી બતાવી હતી ત્યારે ગાંધી કુંટુંબ સાથેના અતુટ વિશ્વાસ સેતુ બંધાયો હતો તેજ વિશ્વાસ આગળ વધાવતા રાજીવજી જોડે કદમથી કદમ મિલાવી ભરૂચની ઔધૌગિક ક્રાંતી માં ખુબજ મહત્વ પૂર્ણ પ્રદાન આપી તેમજ રાજીવજીની ક્રાંતીકારી વિજ ઉપકરણોની પ્રગતીના સોપાનમાં સિહ ફાળો આપ્યો હતો અને રાજીવ ગાંધીના આકસ્મિક અવસાન બાદ ગાંધી પરિવાર પર તુટી પડેલ દુ:ખના વાદળો વચ્ચે એહમદભાઈ પટેલે અડીખમ ઉભા રહ્યા એટલુ જ નહી ગાંધી કુંટુંબના આ કપરા સમય દરમ્યાન પડખે રહી કાર્ય કર્યું હતુ વખતો વખત એહમદભાઈ પટેલને વિવિધ મંત્રી પદ તેમજ અન્ય મહત્વ પૂર્ણ હોદ્દાઓ ની ઓફર કરવામાં આવી હતી પરંતુ એહમદ પટેલ સદાય કોંગ્રેસની એકતા અને સંગઠન પર પોતાનુ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું અને આજે સોનીયા ગાંધી ના રાજકીય સલાહકાર બાદ રાહુલ ગાંધીની ટીમમાં પણ મહત્વની ચાવી રૂપ ખજાનચીના હોદ્દા ઉપર નિમણુંક એ એક નીષ્ઠાવાન અને કર્મઠ કાર્યકરનું ઊમદા ઊદાહરણ પૂરૂ પાડે છે.

Advertisement

Share

Related posts

ખોડલધામ મહિલા સમિતિ રાજકોટ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચની શ્રવણ ચોકડી નજીક શ્યામવિલા કોમ્પલેક્ષના મીટરોમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાની જિલ્લા પંચાયતની ચાર પૈકી ત્રણ બેઠક પર ભગવો લહેરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!